છુટાછેડા આપી દે, તારી સામે 10 લોકો સાથે બાંધીશ સંબંધ, જાણો છત્તીસગઢનો આ કિસ્સો

11 July, 2022 07:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છત્તીસગઢ રાજ્યમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેમેતરામાં સુશીલ સાહુ નામના યુવકે તેની પત્નીની હત્યા કરીને મૃતદેહને લટકાવી દીધી હતી.

પ્રતીકાત્મક તસવીર

છત્તીસગઢ રાજ્યમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેમેતરામાં સુશીલ સાહુ નામના યુવકે તેની પત્નીની હત્યા કરીને મૃતદેહને લટકાવી દીધી હતી. આ પછી આરોપી પતિ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસની સામે સરેન્ડર કર્યું હતુ. યુવકનું કહેવું છે કે તેની પત્ની ચારિત્રહીન હતી, જેના કારણે તેણે તેની હત્યા કરી હતી.

આરોપી સુશીલ સાહુએ જણાવ્યું કે,` મારી પત્નીના ગેરકાયદેસર સંબંધો હતા. જ્યારે હું આના માટે ના પાડતો તો પત્ની ઝઘડો અને મારપીચ કરતી હતી. તેણીએ કહ્યું હતું કે, મને છૂટાછેડા આપી દે. પછી જો હું તમારી સામે 10 માણસો સાથે સંબંધ બાંધીશ.` હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પત્નીના  મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

હત્યાના આરોપી સુશીલ સાહુએ જણાવ્યું કે થોડા સમય પહેલા તે પોતાની પત્ની રાની સાથે પૈસા કમાવવા લખનઉ ગયો હતો. આરોપ છે કે આ દરમિયાન તેણે તેની પત્નીને અન્ય પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ રાખતા પકડી હતી.  આ પછી બંને વચ્ચે ઝઘડો થયો અને મામલો પરિવારના સભ્યો સુધી પહોંચ્યો. પરિવારજનોની સમજાવટ બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. જો કે, 6 જુલાઈની સાંજે તે લખનૌથી બેમેટરા પાછો આવ્યો હતો.


બેમેટરા પરત ફર્યા બાદ સુશીલ સાહુએ વકીલની સલાહ લીધી. આ પછી, જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેની પત્નીને કહ્યું કે તે છૂટાછેડા લઈ રહ્યો છે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. પત્નીએ કહ્યું કે તેણે તેને છૂટાછેડા આપી દેવા જોઈએ. આ પછી તે તેની સામે 10 પુરુષો સાથે સંબંધ બાંધશે. આ વાત પર સુશીલને ગુસ્સો આવ્યો અને તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. હત્યા બાદ પણ સુશીલનો ગુસ્સો શમ્યો નહીં એટલે તેણે મૃતદેહને રૂમમાં લઈ જઈ સાડીનો ફાંસો બનાવીને લટકાવી દીધો.

national news chhattisgarh Crime News