12 December, 2022 05:57 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)
એક મહિલા સબ-ઈન્સ્પેક્ટર (Woman Sub-inspector) ની મારપીટ થતો વીડિયો વાયરલ(Video Viral)થઈ રહ્યો છે. મારપીટનો આરોપ મહિલાના પતિ પર છે, જે વ્યવસાયે વકીલ છે. મહિલા પોલીસકર્મી અનુસાર તે દિલ્હીના બરવાલા ગામમાં રહે છે. તેમનો પતિ નશો કરી અનેક વાર તેની સાથે ગેરવર્તણૂક કરે છે. 11 નવેમ્બરે જ્યારે પીડિતા તેની બહેનને ત્યાં હતા ત્યારે આરોપી તરુણ ડબાસ ત્રણ ગાડીઓમાં પોતાના સાથીદારો લઈને આવ્યો અને પીડિતા અને તેની બહેન સાથે મારપીટ કરી તેમજ ધમકી આપી હતી. આ પહેલા 4 નવેમ્બરે પણ મારપીટ કરી ધમકી આપી હતી.
પીડિત મહિલા ઉત્તર-પશ્ચિમ જિલ્લાના મહેન્દ્ર પાર્ક પોલીસ સ્ટેશનમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. મહિલાનો પતિ વકીલ છે. જે હંમેશાં તેના પર અત્યાચાર કરે છે. નજફગઢ પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો:પહેલાં મને જોઈને આંખ મારી અને પછી ફ્લાઇંગ કિસ કરી
પીડિત મહિલા સબ ઈન્સ્પેક્ટર ડોલી (Doli Tecathia)એ મારપીટનો વીડિયો ટ્વિટ કરી લખ્યું છે, "હું દિલ્હી પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટર છું અને હાલ મેટરનિટી લીવ પર છું. આજે મારા પતિ એડવોકેટ શ્રી તરુણ દબાસ ગામ-બરવાળા, સેક્ટર-36, રોહિણી, દિલ્હીના રહેવાસી મારા ઘરે આવ્યા અને મને નિર્દયતાથી માર માર્યો."