12 January, 2024 07:29 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
હ્યૂમન રાઈટ્સ વૉચે પોતાના રિપૉર્ટમાં ભારત સરકાર પર ગંભીર આરોપ મૂક્યા છે. રિપૉર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર અલ્પસંખ્યકો સાથે ભેદભાવ કરી રહી છે.
હ્યૂમન રાઈટ્સ વૉચે `વર્લ્ડ રિપૉર્ટ 2024`માં ભારત સરકાર પર અને ગંભીર આરોપ મૂક્યા છે. રિપૉર્ટમાં સરકાર પર ધાર્મિક અલ્પસંખ્યકો તરફ વણજોયાનો આરોપ મૂક્યો છે. હ્યૂમન રાઈટ્સ વૉચ માનવાધિકારને લઈને વિશ્વના લગભગ 100 દેશો પર પોતાનો વાર્ષિક રિપૉર્ટ જાહેર કરે છે. આમાં માનવાધિકાર અને આ સાથે જોડાયેલા તમામ પાસાંઓ પર પોતાનો રિપૉર્ટ રજૂ કરે છે.
હ્યૂમન રાઈટ્સ વૉચે લખ્યું છે કે ભારત વૈશ્વિક નેતૃત્વનો દંભ કરે છે, પણ લોકતંત્રવાળા દેશમાં અધિકારોના સમ્માનને લઈને ભારત સરકારનું વલણ નબળું રહ્યું છે.
ભારતને લઈને કયા મામલે રિપૉર્ટ?
વર્લ્ડ રિપૉર્ટ 2024માં લખ્યું છે કે ભારતમાં ગયા વર્ષે (2023)માં માનવાધિકારોને દબાવવામાં આવ્યા છે અને લોકો સાથે ઉત્પીડનની અનેક ઘટનાઓ સામે આવી છે. રિપૉર્ટમાં મણિપુર હિંસા, જમ્મૂ-કાશ્મીરની હાલની સ્થિતિ અને જંતર મંતર પર મહિલા પહેલવાનોના વિરોધને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય 740 પાનાંના રિપૉર્ટમાં બીબીસીની ઑફિસમાં પાડવામાં આવેલા દરોડા, નૂંહ હિંસાની પણ ચર્ચા કરવામાં આવી છે. હ્યૂમન રાઈટ્સ વૉચે પોતાના રિપૉર્ટમાં ભારત સરકારને બીજેપીની સરકારને બદલે હિંદૂવાદી સરકાર લખી છે.
કાશ્મીર પર શું લખ્યું?
ભારતમાં માનવાધિકારના રિપૉર્ટમાં જમ્મૂ-કાશ્મીરમાં કહેવાતી રીતે મોટાભાગે લોકોના મૃત્યુના સમાચારની વાત કહેવામાં આવી છે. આ સિવાય રિપૉર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકોને પોતાની વાત કહેવાની આઝાદી નથી. તે કહેવાતી રીતે વિરોધ નથી કરી શકતા. આની સાથે સેના પર કહેવાતી રીતે એક્ટ્રા જ્યૂડિશિયલ મૃત્યુને લઈને પણ દાવા કરવામાં આવ્યા છે.
`મુસલમાનોને સુરક્ષા આપવામાં નિષ્ફળ મોદી સરકાર`
વર્લ્ડ રિપૉર્ટ 2024માં કહેવામાં આવ્યું કે ભારતની નરેન્દ્ર મોદી સરકાર મુસલમાનોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે, આ સિવાય સરકાર મુસલમાનોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. જો કે, ભારત સરકાર તરફથી અત્યાર સુધીના રિપૉર્ટ પર કોઈ પ્રતિક્રિયા નથી આવી, પણ ભૂતકાળમાં ભારત સરકારે રિપૉર્ટને પાયાહિન ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ભારતના વધતા જતા પ્રભાવને લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘વન વર્લ્ડ, વન ફૅમિલી, વન ફ્યુચરનો સિદ્ધાંત વિશ્વ-કલ્યાણની અનિવાર્ય આવશ્યકતા છે. મિત્રો, આજે તેજીથી બદલાતા વર્લ્ડ-ઑર્ડરમાં ભારત વિશ્વ-મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આજે ભારતે વિશ્વને ભરોસો અપાવ્યો છે કે અમે સાથે મળીને લક્ષ્ય નક્કી કરી શકીએ છીએ, પોતાનાં લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વ-કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, નિષ્ઠા, પ્રયાસ અને પરિશ્રમ આજની દુનિયાને વધુ સુરિક્ષત અને સમૃદ્ધ બનાવી રહ્યાં છે.’