દિલ્હી-ગુરુગ્રામમાં પણ વરસાદને કારણે આફત

30 June, 2023 09:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગુરુગ્રામમાં પણ ગઈ કાલે સતત ત્રણ કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

દિલ્હીના અનેક વિસ્તારમાં ગઈ કાલે ભારે વરસાદના કારણે આફત આવી હતી. અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો અને વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. ગુરુગ્રામમાં પણ ગઈ કાલે સતત ત્રણ કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો અને એના પછી પણ થોડા-થોડા સમયે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. હિમાચલ પ્રદેશમાં અનેક જગ્યાએ પૂરની સ્થિતિ હતી. 

Weather Update delhi news new delhi gurugram national news