Hooch Tragedy: બિહારમાં હલકી ગુણવત્તા વાળા દારૂને કારણે 17 લોકોના જીવ ગયા 

14 December, 2022 02:22 PM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

શરૂઆતમાં મૃતકોની સંખ્યા 6 હતી, જે વધીને એક ડઝનથી પણ અધિક પહોંચી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

બિહાર(Bihar)ના છપરામાં એક વાર ફરી નકલી દારૂનો કહેર જોવા મળ્યો  છે. દારૂની હલકી ગુણવત્તાને કારણે 17 લોકોના મોત થયા છે. શરૂઆતમાં મૃતકોની સંખ્યા 6 હતી, જે વધીને એક ડઝનથી પણ અધિક પહોંચી ગઈ છે. આ મામલો છપરા જિલ્લાના ઈસુઆરનો છે. પાંચ લોકોના મોત ગામમાં જ થઈ ગયા હતાં. 

કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો સ્થાનિક સ્તર પર ચોરી ચુપ્પે સારવાર કરી રહ્યાં છે. નોંધનીય છે કે બિહારમાં દારૂબંધી છે, જ્યાં દારૂની ખરીદી અને વેચાણનું સેવન ગેરકાનૂની છે. 

વિજેન્દ્ર રાય, હરેન્દ્ર રામ, રામજી સાહ, અમિત રંજન, સંજય સિંહ, કુણાલ સિંહ, અજય ગીરી, મુકેશ શર્મા, ભરત રામ, જયદેવ સિંહ, મનોજ રામ, મંગલ રાય, નાસીર હુસૈન, રમેશ જેઓ નકલી દારૂ પીને મૃત્યુ પામ્યા હતા. રામ, ચંદ્રમા રામ, વિકી મહતો અને ગોવિંદ રાય છે.

આ પણ વાંચો: Bihar: હે ભગવાન..! આર્થિક તંગીને કારણે આખા પરિવારે ઝેર ખાઈ કરી આત્મહત્યા

આ ઘટનાની જાણકારી મળ્યા બાદ ગામમાં હાહાકાર મચી ગયો છે.  તો જિલ્લા વહીવટ તંત્રમાં પણ હડકપંની સ્થિતિ છે. 

અમિત નામની યુવતનું મોત છપરા સદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. અમિત રંજનના મોતની જાણકારી મળ્યા બાદ પોલીસ છપરા સદર હોસ્પિટલ પહોંચી હતી. ત્યાર બાદ પોલીસને તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે. જેથી મોત પાછળનું સ્પષ્ટ કારણ જાણી શકાય. જોકે તેના પરિવાર આ ઘટના પાછળ નકલી દારૂને જવાબદાર ઠેરવી રહ્યાં છે, તો પ્રશાસને હજી સુધી આ અંગે કોઈ પુષ્ટી કરી નથી. 

 

 

 

 

 

 

national news bihar