28 October, 2024 06:53 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
જુઓ અયોધ્યા નગરી
અયોધ્યામાં આ વર્ષે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછીનો પહેલો દીપોત્સવ હોવાથી એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગઈ કાલે સરયૂ નદીના કાંઠે રામ કી પૈડી પર દીવડાઓ ગોઠવવામાં આવ્યા હતા અને રાત્રે લેઝર શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. અયોધ્યાના રસ્તાઓને પણ રોશનીથી સજાવવામાં આવ્યા છે.
રામ કી પૈડી પર ૩૦,૦૦૦થી વધારે વૉલન્ટિયર્સ અત્યારે ૨૮ લાખ દીવડાઓ સજાવવાનું કામ કરી રહ્યા છે. ૩૦ ઑક્ટોબરે કાળી ચૌદશના દિવસે પ્રગટાવવામાં આવનાર આ ૨૮ લાખ દીવડાઓની નવા વર્લ્ડ રેકૉર્ડ માટે ગણતરી થશે.