દ​​ક્ષિણમાં હિન્દુ ધર્મગુરુઓ મિશનરી કરતાં સારું કામ કરે છે : મોહન ભાગવત

08 April, 2023 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરએસએસના ચીફે કહ્યું હતું કે સેવાની વાત આવે ત્યારે લોકો મિશનરીની વાત કરે છે, પણ સમગ્ર દેશમાં ફર્યો ત્યારે જોયું કે અાધ્યા​ત્મિક ગુરુઓએ વધુ સારું કાર્ય કર્યું છે

મોહન ભાગવત

જયપુર  (આઇએએનએસ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા દેશમાં ત્રીજી અને રાજસ્થાનમાં પહેલી વાર આયોજિત ત્રણ દિવસીય રાષ્ટ્રીય સેવા સંગમને સંબોધન કરતાં આરએસએસ ચીફ મોહન ભાગવતે ગઈ કાલે કહ્યું હતું કે ‘દ​િક્ષણમાં હિન્દુ ધર્મગુરુઓ મિશનરીઝ કરતાં સારું કામ કરે છે.’ સંગમમાં દેશભરમાં ૮૦૦ કરતાં વધુ સ્વૈચ્છી સેવા સંગઠનના ૩૦૦૦ પ્રતિનિધીઓ ભાગ લઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ‘અહીં સેવા માટે કોઈ સ્પર્ધા કરતા નથી. આના કરતાં વધુ કે ઓછો એવો ભેદભાવ પણ નથી. સેવા સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. સામાન્ય રીતે દેશના બૌદ્ધિક લોકો તેમની સેવાઓ માટે મિશનરીનો ઉલ્લેખ કરે છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અમે જ્યારે દેશનો પ્રવાસ કર્યો ત્યારે જોયું હતું કે હિન્દુ ધર્મગુરુઓ મિશનરીઝ કરતાં વધુ સારું કામ કરે છે. 
મોહન ભાગવતે વધુમાં ઉમેર્યું હતું કે આપણા સમાજમાં એવા ઘણા લોકો છે જેમણે દેશની સ્વતંત્રતા માટે લડત આપી, તેઓ ડગ્યા નહીં ઝૂક્યા નહીં અને સ્વતંત્રતા માટે લડતા રહ્યા અને જ્યાં-ત્યાં ભટકતા રહ્યા. તેમના પાસે મતદાન-કાર્ડ કે રૅશન-કાર્ડ નહોતાં. વિદેશી શાસકોએ તેમને ગુનેગાર જાહેર કર્યા. જ્યારે સંઘને આ બાબતની જાણ થઈ તો અમે તેમની સાથે કામ કર્યું અને વિચરતી પ્રજાતિએ સમાજની સેવા કરવાની શરૂઆત કરી.

national news rajasthan mohan bhagwat