હિમાચલ પ્રદેશમાં છોકરીઓનાં લગ્ન હવે ૧૮ નહીં, ૨૧ વર્ષે

29 August, 2024 07:17 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

આ બાબતનું બિલ મંગળવારે વિધાનસભામાં પાસ થઈ ગયું છે અને હવે એને રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્વારા મંજૂરી મળ્યા બાદ એને અમલમાં મૂકવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

હિમાચલ પ્રદેશમાં હવે ૨૧ વર્ષની ઉંમર પહેલાં છોકરી સાથે લગ્ન કરવા અથવા તેનાં લગ્ન કરાવવા ગુનો ગણાશે. હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસ સરકારે છોકરીઓ માટે લગ્નની કાયદેસર ઉંમર ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરી દીધી છે. આ બાબતનું બિલ મંગળવારે વિધાનસભામાં પાસ થઈ ગયું છે અને હવે એને રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્વારા મંજૂરી મળ્યા બાદ એને અમલમાં મૂકવામાં આવશે. આ સાથે હિમાચલ પ્રદેશમાં છોકરીઓનાં લગ્નની કાયદાકીય ઉંમર ૨૧ વર્ષ થઈ જશે. હિમાચલ પ્રદેશ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે જ્યાં છોકરીઓનાં લગ્નની કાયદેસર ઉંમર વધારવામાં આવી છે. રાજ્યપાલની મંજૂરી બાદ હિમાચલમાં લગ્ન ત્યારે જ માન્ય ગણાશે જ્યારે છોકરા અને છોકરીની ઉંમર ૨૧ વર્ષ કે એથી વધુ હશે. ‍

himachal pradesh india news national news