03 October, 2023 03:49 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
દિલ્હીમાં આવ્યા ભૂકંપના આંચકા (પ્રતીકાત્મક તસવીર)
Heavy Earthquake: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. મંગળવારે બપોરે 2.51 વાગ્યે ભૂકંપના આંચકા બાદ લોકો ઑફિસ અને ઘરોમાંથી બહાર નીકળી ગયા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મૉલોજી પ્રમાણે, ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી. જેનું કેન્દ્ર નેપાળના દિપાયલતી 38 કિલોમીટર દૂર જમીનથી પાંચ કિલોમીટર ઊંડું હતું. આંચકા યૂપી-દિલ્હી સહિત અનેક રાજ્યોમાં અનુભવાયા છે.
આ પહેલા બપોરે 2.25 કલાકે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ પણ હતું. તે સમયે તેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. ઉત્તરાખંડ અને યુપીના ભાગોમાં તેના આંચકા અનુભવાયા હતા. અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા.
શ્રાવસ્તીમાં 2.51 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બે વખત જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.6 હતી. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, નોઈડા અને ફરીદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Heavy Earthquake: નોઈડામાં આવેલા જોરદાર ભૂકંપ બાદ અનેક સોસાયટીઓમાં લોકો બહાર આવી ગયા હતા.
ભૂકંપ બાદ સોસાયટીમાંથી બહાર નીકળેલા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. નોઈડાના સેક્ટર 73ની સોસાયટીમાં લોકો બહાર આવ્યા હતા.
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા એટલા વધારે હતા કે સોસાઈટીમાં રહેતા લોકો પોતાના બાળકોને લઈને પરિસરમાં આવી ગયા.
કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીમાં જે 7 પ્લેટ્સ છે, તે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ અથડાય છે, તે ઝૉન ફૉલ્ટ લાઈન કહેવાય છે. વારંવાર અથડાવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે વધારે દબાણ બને છે તો પ્લેટ્સ તૂટવા માંડે છે. નીચેની ઉર્જા બહાર આવવાનો રસ્તો શોછે અને ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.
શું છે ભૂકંપના કેન્દ્ર અને તીવ્રતાનો અર્થ?
Heavy Earthquake: ધરતીકંપનું કેન્દ્ર એ સ્થળ છે જેની નીચે પ્લેટોમાં હલનચલનને કારણે ભૂસ્તરશાસ્ત્રીય ઉર્જા બહાર આવે છે. આ જગ્યાએ ભૂકંપના સ્પંદનો વધુ તીવ્ર હોય છે. વાઇબ્રેશનની આવર્તન જેમ જેમ વધે છે તેમ તેમ તેની અસર ઘટતી જાય છે. જો કે, જો રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો આંચકા 40 કિમીની ત્રિજ્યામાં અનુભવાય છે. પરંતુ તે તેના પર પણ આધાર રાખે છે કે સિસ્મિક આવર્તન ઉપરની તરફ છે કે નીચે તરફ. જો કંપનની આવર્તન વધુ હોય તો ઓછા વિસ્તારને અસર થશે.
કેવી રીતે માપવામાં આવે છે ભૂકંપની તીવ્રતા અને શું છે માપના પ્રમાણ?
રિક્ટર સ્કેલનો ઉપયોગ કરીને ભૂકંપ માપવામાં આવે છે. તેને રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. ધરતીકંપને રિક્ટર સ્કેલ પર 1 થી 9 સુધી માપવામાં આવે છે. ભૂકંપ તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી મુક્ત થતી ઊર્જાની તીવ્રતા તેના દ્વારા માપવામાં આવે છે. આ તીવ્રતા ભૂકંપની તીવ્રતા નક્કી કરે છે.