Hathras Stampede: બાબાને ગમતો લાલચટક રંગ, આસપાસ રહેતી કુંવારી કન્યાઓ

11 July, 2024 12:50 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

Hathras Stampede: ભોલે બાબાનો જ્યારે સત્સંગ ચાલતો હતો ત્યારે તેમાં બાબા પોતે કુંવારી છોકરીઓથી ઘેરાયેલા રહેતા હતા

નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા

હાથરસમાં થોડાક દિવસ પહેલા સૂરજ પાલ ઉર્ફે નારાયણ સાકાર હરિના સત્સંગમાં થયેલ ભાગદોડ (Hathras Stampede)માં અનેક લોકોના મોત થયા હતા. ત્યારબાદ આ કેસ જરા વધારે ચર્ચામાં આવ્યો છે સાથે જ નારાયણ સાકાર હરિના પણ ચોંકાવનારા ખૂલસાઓ થઈ રહ્યા છે. આ ખુલાસાઓ બાદ આ બાબાની અસલિયત સામે આવી રહી છે. 

બાબાની આસપાસ હંમેશા કુંવારી છોકરીઓ રખાતી 

હવે એવો ખુલાસો થયો છે કે બાબાનો જ્યારે સત્સંગ ચાલતો હતો ત્યારે તેમાં બાબા પોતે કુંવારી છોકરીઓથી ઘેરાયેલા રહેતા હતા. તેમની આસપાસ કુંવારી છોકરીઓ વીંટળાઈને બેસતી. 

બાબાને અતિ પ્રિય લાલ રંગ!

કુંવારી છોકરીઓની સાથે જ એક બીજી મહત્વની વાત સામે આવી છે કે આ બાબાને લાલ રંગ ખૂબ જ ગમતો હતો. સત્સંગ (Hathras Stampede)માં હાજરી આપનાર કોઈ મહિલાએ આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો કે બાબાના જ્યારે પણ સત્સંગ કે પ્રવચનનું આયોજન કરવામાં આવતું તેમાં ખાસ કુંવારી છોકરીઓને આયોજક સમિતિ ખાસ પ્રકારના લાલ કપડાં આપતી. આ જ લાલ કપડાં પહેરીને છોકરીઓ બાબાના સત્સંગમાં આવતી.

મહિલાઓ ખાસ પ્રકારના લાલ વસ્ત્રો પહેરીને બાબાના સત્સંગમાં જતી 

Hathras Stampede: બાબાની લીલાઓના એક પછી એક જએ ખુલાસા થઈ રહ્યા છે તેમાં એવું પણ સામે આવી રહ્યું છે કે કુંવારી છોકરીઓ લાલ રંગના એક સરખા વસ્ત્રો પહેરીને બાબાના સત્સંગમાં આવતી હતી તેમ જ તે ત્યાં નૃત્ય પણ કરતી હતી. એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે જ્યારે પણ સત્સંગ થતો થયારે બાબા પોતે કાળા રંગના ગોગલ્સ પહેરતા હતા. વળી છોકરીઓએ બાબાના ગોગલ્સ પર ભગવાનના સ્વરૂપના દર્શન થતાં હતા. ઘણી મહિલાઓ તો બાબાબે પોતાના પતિ ગણતી હતી. નૃત્ય કર્યા બાદ છોકરીઓ પોતાના વસ્ત્ર બદલતા હતા. આ બધુ સત્સંગ દરમિયાન જ થતું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

બાબાના આશ્રમનો કારભાર પણ છોકરીઓ જ ચલાવતી 

એવો પણ ખુલાસો થયો છે કે બાબાના આશ્રમનો કારોભાર પણ છોકરીઓ જ ચલાવતી હતી. આ છોકરીઓ જે આશ્રમની આસપાસના વિસ્તારમાં જ રહેનારી હતી. તેમનું તમામ કામ છોકરીઓ સંભાળે છે. બાબા છોકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ લીમડાના પાણીથી સ્નાન કરતાં હતા. આ પાણીમાં ગુલાબની પાંખડીઓ તેમ જ અન્ય પ્રકારના કોઈ સુગંધી દ્રવ્યો તેમ જ અત્તર જેવી ઘણી વસ્તુઓ ભેળવવામાં આવતી હતી. એટલું જ નહીં આ કુંવારી છોકરીઓ હંમેશા બાબાને ભોજન પણ કરાવતી હતી અને બાબાની આસપાસ જ રહ્યા કરતી હતી.

હાથરસમાં થયેલ ભાગદોડ (Hathras Stampede) અને મોત બાદ આ કેસમાં રાજનૈતિક વલણ પણ સામે આવ્યું છે. એક તરફ ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થવાને બદલે પણ આંગળીઓ કરવામાં આવી છે તો બીજી તરફ અનેક રાજકીય પક્ષો તેમના સમર્થનમાં ઉભા રહી ગયા છે.

national news uttar pradesh Crime News sexual crime india