Harda Blast : MPમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 7ના ગયા જીવ, 60થી વધુ ઘાયલ

06 February, 2024 02:26 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

Harda Blast: ફટાકડાની ફેક્ટરીમાં સવારે આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ ભયાનક વિસ્ફોટ થયા હતા. કેટલીક ઇમારતો ધરાશાયી થઈ છે.

બ્લાસ્ટની પ્રતીકાત્મક તસવીર

મધ્યપ્રદેશના હરદા (Harda Blast)માંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મગરદા રોડ પર બૈરાગઢ રેહતા નામની જગ્યાએ આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સવારે આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ ભયાનક વિસ્ફોટ થયા હતા. 

તમને જણાવી દઈએ કે આ બ્લાસ્ટ (Harda Blast) એટલા જોરદાર હતા કે આસપાસની ઈમારતો પણ હચમચી ગઈ હતી. આ ઘટનામાં કેટલીક ઇમારતો ધરાશાયી થવાના પણ અહેવાલ સામે આવ્યા છે. હજી સુધી સાત લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

આસપાસના મકાનોને પણ થઈ અસર

વાસ્તવમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટને કારણે તેની નજીકના 50થી વધુ મકાનોમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અવાજ સાંભળતા જ લોકો ભાગતા જોવા મળ્યા હતા. આ બ્લાસ્ટની જાણ થતાં જ પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ અભિયાન શરૂ કર્યું હતું.

સીએમ મોહન યાદવે ઘટનાની જાણકારી લીધી

હરદાની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ (Harda Blast) મામલે રાજ્યના CM મોહન યાદવ પણ નજર રાખી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીએમ યાદવે આ ઘટના અંગે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી માહિતી લીધી છે.

જણાવી દઈએ કે "ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે," એમ સીએમે કહ્યું હતું. આ સાથે જ પીડિત પરિવારને 4 લાખ રૂપિયાની વળતરની રકમ આપવામાં આવશે એવું પણ એલાન થયું છે.

વિસ્ફોટ (Harda Blast) એટલો જોરદાર હતો કે તેનો અવાજ સાંભળીને લોકો ચોંકી ગયા હતા. વિસ્ફોટ બાદ મોટા પ્રમાણમાં આગ ફેલાઈ હતી. વિસ્ફોટ બાદ વિસ્તારમાં અરાજકતાનો માહોલ ફેયલયો છે. ફેક્ટરીમાંથી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે. જોકે, આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ફેક્ટરીમાં ફટાકડા માટે રાખવામાં આવેલ ગનપાઉડરના સંપર્કમાં આવતાં જ આગએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લગવાને કારણે લોકો અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.

આગ લગવાનું કારણ અકબંધ

ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી  જોઈ શકાતા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. હાલ ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે નજીકના ઘરોમાં પણ આગ લાગી છે. વહીવટી તંત્રનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે.

હરદા અને ભોપાલ વચ્ચે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. ફટાકડાની ફેક્ટરીમાંથી ઘાયલોને ભોપાલની હમીદિયા હોસ્પિટલ અને એઈમ્સ ભોપાલ સુધી ગ્રીન કોરિડોર દ્વારા લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ (Harda Blast)માં ઘાયલ થયેલા કેટલાક લોકોને હરદા જિલ્લા હોસ્પિટલમાંથી ભોપાલ રિફર કરવામાં આવ્યા છે.

madhya pradesh national news fire incident india