10 March, 2023 08:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં (India) ઈન્ફ્લુએન્ઝા વાયરસ એચ3એન2એ પોતાનો પ્રકોપ વરસાવવાનો શરૂ કરી દીધો છે. વાયરસથી બેના મોત થઈ ગયા છે. હરિયાણા અને કર્ણાટકમાં એક-એક વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. રિપૉર્ટ્સ પ્રમાણે, કર્ણાટકના હાસનમાં 82 વર્ષની વ્યક્તિ દેશમાં H3N2ને કારણે મૃત્યુ પામનાર પહેલી વ્યક્તિ છે. સ્વાસ્થ્ય અધિકારીઓ પ્રમાણે, કિરાએ ગૌડાને 24 ફેબ્રુઆરીના રોજ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા અને 1માર્ચે તેમનું નિધન થયું. કહેવામાં આવી રહ્યું છે કે તેમને ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ હતી.
દેશમાં H3N2 વાયરસના લગભગ 90 કેસ સામે આવ્યા છે. એચ1એન1 વાયરસના પણ આઠ કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ફ્લૂના કેસ વધી રહ્યા છે. અધિકાંશ સંક્રમણ H3N2 વાયરસનું કારણ જ રહ્યું છે, જેને `હૉંગકૉંગ ફ્લૂ`ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વાયરસ દેશમાં અન્ય ઈન્ફ્લુએન્ઝા બધા-વેરિએન્ટની તુલનામાં વધારે શક્તિશાળી છે.
કોરોના જેવા લક્ષણ
ભારતમાં અત્યાર સુધી ફક્ત H3N2 અને H1N1 સંક્રમણની ખબર પડી છે. હાલ બન્નેમાં જ કોવિડ જેવા લક્ષણ છે, જેને વિશ્વમાં લાખો લોકોને સંક્રમિત કર્યા છે. મહામારીના બે વર્ષ પછી, વધતા ફ્લૂના કેસે લોકોમાં ચિંતા નીપજાવી દીધી છે.
કઈ રીતે ફેલાય છે આ વાયરસ?
વિશેષજ્ઞો પ્રમાણે, બન્ને વાયરસ અત્યાધિક સંક્રામક છે અને સંક્રમિત વ્યક્તિના ઉધરસ ખાવા, છીંકવા અને નજીકના સંપર્કથી ફેલાય છે. ડૉક્ટર્સે નિયમિત રીતે હાથ ધોવા અને માસ્ક લગાડવાની સલાહ આપી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ નાગરિકોથી આગ્રહ કર્યો છે કે છીંકવા તે ઉધરસ ખાતી વખતે મોઢું અને નાકને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે.
આ પણ વાંચો : OYO ફાઉન્ડરના પિતાનું 20મા માળેથી પડીને મોત, આ અઠવાડિયે થયા દીકરાના લગ્ન
આ રીતે કરવો બચાવ
નિયમિત રીતે હાથ ધોવા અને સાર્વજનિક જગ્યાએ હાથ મલાવવાથી અને થૂંકવાથી બચવું.
આંખ અને નાકને સ્પર્શતા બચવું.
ઉધરસ ખાતી વખતે મોઢું અને નાકને કવર કરવું.
ઘરમાંથી બહાર નીકળતી વખતે માસ્ક લગાડવું જરૂરી
પ્રદૂષણવાળી જગ્યાઓ પર જતા બચવું.
પ્રવાહી પદાર્થનું સેવન વધારે માત્રામાં કરવું
બૉડી પેઈન અથવા તાવ આવતા પેરાસિટામોલ લેવી.