Guwahati Murder: 5 સ્ટાર હોટલમાં પ્રેમિકાએ કરાવ્યું મર્ડર, પોલીસે ઉકેલ્યું ‘Love Triangle’નું કોકડું

07 February, 2024 10:43 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Guwahati Murder: કોલકાતાના એક દંપતીની પુણેના વેપારીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી દંપતી ઘટના બાદ એરપોર્ટ જઈ રહ્યું હતું ત્યારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

હત્યાની પ્રતીકાત્મક તસવીર

પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતાના એક દંપતીની પુણેના વેપારીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુવાહાટી (Guwahati Murder) પોલીસ કમિશનર દિગંત બારહે આ મામલે નજવ્યું હતું કે આ ઘટના સોમવારે બપોરે અહીંની એક લક્ઝરી ફાઇવ-સ્ટાર હૉટલમાં બની હતી. 

એવા પણ અહેવાલ છે કે પીડિતા અને દંપતી પૂણેની એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. પીડિતની ઓળખ પુણેના 44 વર્ષીય સંદીપ સુરેશ કાંબલે તરીકે થઈ હતી, જે સપ્ટેમ્બર 2023માં કોલકાતાની એક યાત્રા દરમિયાન આરોપી મહિલાના સંપર્કમાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે પીડીતે આરોપી મહિલા અને તેની અંતરંગ પળોના ફોટોગ્રાફ્સ લીધા હતા. જોકે, કાંબલે પહેલેથી જ પરિણીત હતો અને તે મહિલા સાથે પણ લગ્ન કરવા માંગતો હતો અને તેના પ્રેમીથી અલગ થવા માટે તેના પર દબાણ પણ કરતો હતો.

કોણ કોણ સામેલ છે આ પ્રકરણમાં?

Guwahati Murder: કાંબલે અંજલિ પર તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યા કરતો હતો, તેમ છતાં તેણે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. ગુવાહાટી પોલીસ કમિશનર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, "મહિલાએ તેની સાથેના સંબંધોનો અંત લાવ્યો, પરંતુ તે મહિલાનો પીછો કરતો રહ્યો. મહિલાનું પહેલાથી જ વિકાસ શૉ નામના પુરુષ સાથે અફેર ચાલતું હતું”

તેણે જણાવ્યું કે બ્લેકમેઈલિંગથી બચવા માટે આરોપી મહિલાએ તેના પ્રેમી સાથે મળીને એક હોટલમાં બિઝનેસમેનને મળવાની અને કોઈક રીતે તેનો મોબાઈલ ફોન છીનવી લેવાનો પ્લાન બનાવ્યો, જેમાં તેના ઈન્ટિમેટ ફોટા હતા જે કાંબલેએ લીધા હતા. 

ત્રણેય જણા રોકાયા હતા હોટલમાં અને પછી થયું આ...

પ્રાપ્ત અહેવાલો અનુસાર ત્રણેય જણાં સોમવારે વારા ફરતી વારા એમ ગુવાહાટી (Guwahati Murder)માં આવ્યા હતા. આરોપી મહિલા કાંબલેને ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મળી અને પછી રેડિસન બ્લુ હોટેલમાં લઈ ગઈ હતી. જ્યાં તેઓએ ચેક ઇન કર્યું. મહિલાનો 23 વર્ષનો બોયફ્રેન્ડ પણ આ જ હોટલના કોઈ બીજા રૂમમાં આવીને રોકાયો હતો.

તમને જણાવી દઈએ કે બપોરે 2 વાગ્યાની આસપાસ પ્રેમી આ બંને જ્યાં રોકાયા હતા તે રૂમમાં પ્રવેશ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. હોટલના સ્ટાફે તરત જ અધિકારીઓને જાણ કરી હતી. જેના કારણે પોલીસને આ કેસ ઉકેલવામાં સરળતા પડી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ગેસ્ટ લિસ્ટ અને એરપોર્ટ પેસેન્જર મેનિફેસ્ટની તપાસ કરીને બંનેને શોધી કાઢ્યા હતા.

આરોપી દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે 

આ આખા જ પ્રકરણ (Guwahati Murder)માં પીડિત વેપારી ઘાયલ થયો હતો. એટલું જ નહીં ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે આરોપી દંપતી ઘટના બાદ એરપોર્ટ જઈ રહ્યું હતું ત્યારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

national news guwahati pune kolkata mumbai news india Crime News