31 March, 2023 04:08 PM IST | Gurugram | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘણીવાર ઑફિસમાં કોઈવાતને લઈને વિવાદ થઈ જાય છે. પણ, ખુરશીના વિવાદમાં ગોળી ચાલી જાય, કદાચ એવું તમે ક્યારેય નહીં સાંભળ્યું હશે. પણ, એવું જ થયું છે. હરિયાણાના ગુરુગ્રામ (Gurugram)માં. ગુરુગ્રામમાં એક નાણાંકીય કંપનીના કર્મચચારીએ રમાડા હોટલ નજીક સ્થિત ઑફિસમાં ખુરશીને લઈને થયેલા વિવાદ પછી પોતાના સહકર્મીને ગોળી મારી દીધી. આ માહિતી ગુરુગ્રામ પોલીસ (Police)એ આપી. પોલીસે બુધવારે જણાવ્યું કે પીડિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.
હિસારના રહેવાસી છે આરોપી
પોલીસ પ્રમાણે, આરોપી હરિયાણાના હિસારનો રહેવાસી છે. તેમની વિરુદ્ધ પ્રાથમિકી નોંધવામાં આવી છે. અહીં, પીડિતની ઓળખ ગુરુગ્રામ સેક્ટર નવ સ્થિતની ફિરોઝ ગાંધી કૉલોનીના રહેવાસી વિશાલ (23) તરીકે કરવામાં આવી છે. પોલીસે જમાવ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ત્યાર બાદ વિશાલને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પીડિતના ભાઈની ફરિયાદ પર એફઆઈઆર દાખલ
પોલીસે જણાવ્યું કે વિશાલના પરિવારજનોએ આ વિશે જણાવવામાં આવ્યું. ત્યાર બાદ પીડિતના ભાઈની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 307 (હત્યાનો પ્રયત્ન) અને શસ્ત્ર કાયદાની પ્રાસંગિક કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. વિશાલે પોતાના નિવેદનમાં કહ્યું કે તેની ઑફિસમાં ખુરશીને લઈને પોતાના સહકર્મચારી અમન જાંગડા સાથે મંગળવારે વિવાદ થયો હતો. પોલીસે જણાવ્યું કે વિશાલ અને અમન વચ્ચે બુધવારે પણ આ વાત પર ઝગડો થયો, જેના પછી તે ઑફિસમાંથી બહાર ચાલ્યો ગયો.
આ પણ વાંચો : America: 5 વર્ષના બાળકે 16 મહિનાના ભાઈ પર ચલાવી ગોળી, બાળકનું ઘટનાસ્થળે જ મોત
ગોળી માર્યા બાદ થયો ફરાર
પોલીસ પ્રમાણે, વિશાલે આરોપ મૂક્યો છે કે જ્યારે રસ્તા પર ચાલતો હતો, ત્યારે અમન પાછળથી આવ્યો અને તેણે પિસ્તલથી તેના પર ગોળી ચલાવી દીધી. ત્યાર બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસ ઉપાયુક્ત (પૂર્વ) વીરેન્દ્ર વિજે કહ્યું કે આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. તેને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે આરોપીની ટૂંક સમયમાં જ ધરપકડ કરી લેવામાં આવશે.