08 November, 2022 05:29 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ગુજરાત ચૂંટણીને લઈ ખુબ જ સક્રિય છે. આ સાથે જ તે સતત ભાજપ પાર્ટી પર હુમલો કરી રહ્યાં છે. તેમણે ટ્વિટર પર ફરી વાર ભાજપ પર નિશાને સાધ્યું છે. તેમજ આક્ષેપ કર્યો છે કે ભાજપ તેમને ફસાવવાની સાજિશમાં લાગી ગઈ છે. અરવિંદ કેજરીવાલએ ટ્વિટમાં લખ્યું કે, "કેજરીવાલ આતંકવાદી છે. HMએ તપાસ પર છે. શું થયું એનુ? હવે ગુજરાત/MCDપહેલા કહેવામાં આવી રહ્યું છે કેજરીવાલ ભ્રષ્ટ છે, અરે કેજરીવાલ આતંકવાદી અથવા ભ્રષ્ટ હોય તો કરો ને ધરપકડ? કેજરીવાલ ન આતંકવાદી છે ન ભ્રષ્ટ છે. કેજરીવાલ જનતાનો લાડકો છે. અને ભાજપને તેનાથી બળતરા થાય છે."
અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી આફ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હરીફના રુપમાં પોતાને રજૂ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ ભાજપને આડે હાથ લેવાનો એક પણ મોકો છોડતા નથી.
આ પણ વાંચો: શું ભારત પર ફરી આતંકી હુમલો કરાવવાની તૈયારીમાં છે દાઉદ?, NIAએ ચાર્જશીટમાં કહ્યું આવું
આપ તરફથી ગુજરાતમાં મુખ્યપ્રધાનના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવી(Ishudan gadhvi)ને પસંદ કરવામાં આવ્યાં છે. ઈસુદાન ગઢવી AAPના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ છે અને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારીના સભ્ય પણ છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિ બેઠક 9 અને 10 નવેમ્બરના રોજ પાર્ટીના મુખ્યાલયમાં યોજાશે. આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ આ બેઠકમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે તબક્કામાં એક અને પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજવામાં આવશે. જ્યારે કે તેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ થશે. હાલમાં રાજ્યમાં ભાજપની સરકાર છે અને પીએમ મોદી દ્વારા અહીં રેલીઓનું આયોજન કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.