જીએસટીનું કલેક્શન ૧૫ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડ થયું

02 January, 2023 11:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવેમ્બરમાં આ કલેક્શન ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ડિસેમ્બર ૨૦૨૨માં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)નું કલેક્શન ૧૫ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જે ઉત્પાદન અને ડિમાન્ડ બન્નેમાં સુધારો થયો હોવાનો તેમ જ જીએસટી વિભાગની વધુ સારી કામગીરીનો સંકેત આપે છે. આ સળંગ દસમા મહિને આ કલેક્શન ૧.૪ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. નવેમ્બરમાં આ કલેક્શન ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૨માં કુલ જીએસટી રેવન્યુ ૧,૪૯,૫૦૭ કરોડ રૂપિયા રહી હતી. ડિસેમ્બર ૨૦૨૨ માટેની રેવન્યુ ગયા વર્ષે આ જ મહિનામાં જીએસટી કલેક્શન કરતાં ૧૫ ટકા વધારે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રેવન્યુ ૧.૩૦ લાખ કરોડ હતી. 

national news goods and services tax finance ministry new delhi