શ્રીનગરના લાલ ચોકમાં ખરીદી કરતાં લોકો પર ગ્રેનેડ વડે હુમલો, એકનું મોત તો દસ ઘાયલ

03 November, 2024 05:06 PM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

Grenade Attack in Jammu and Kashmir Srinagar: વિસ્ફોટથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો અહીં-તહીં ભાગવા લાગ્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લાલ ચોક પર ફેંકવામાં આવેલા ગ્રેનેડ પર પ્રતિક્રિયા આપી છે.

શ્રીનગરના લાલ ચોક પર થયો ગ્રેનેડ હુમલો (તસવીર: સોશિયલ મીડિયા)

જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં (Grenade Attack in Jammu and Kashmir Srinagar) ફરી એક વખત આતંકી હુમલો થયો છે. શ્રીનગરમાં રવિવારે આતંકીઓ દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ હુમલો ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર (TRC) અને વીકલી માર્કેટમાં થયો હતો. આ ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ અને એકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે. આ હુમલો શહેરના મધ્યમાં એક ભીડવાળા બજારમાં થયો હતો. આ માર્કેટ કડક સુરક્ષા સાથે TRCની નજીક છે. અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતા.

શ્રીનગરનો લાલ ચોક વિસ્તાર ખૂબ જ ભીડવાળો વિસ્તાર છે. આ બ્લાસ્ટ કયા પ્રકારનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના (Grenade Attack in Jammu and Kashmir Srinagar) આઈજીએ કહ્યું છે કે આ એક રહસ્યમય વિસ્ફોટ હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે. લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોચના પાકિસ્તાની કમાન્ડર માર્યા ગયાના એક દિવસ બાદ આ ઘટના બની છે. શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષા દળોએ તેને ઠાર માર્યો હતો. વિસ્ફોટથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો અહીં-તહીં ભાગવા લાગ્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લાલ ચોક પર ફેંકવામાં આવેલા ગ્રેનેડ પર પ્રતિક્રિયા આપી છે.

આ ઘટનાને લઈને જમ્મુ અને કાશ્મીરના નવા મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ (Grenade Attack in Jammu and Kashmir Srinagar) તેમના એક્સ (પૂર્વે ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું છે કે શ્રીનગરના `સન્ડે બઝાર`માં નિર્દોષ દુકાનદારો પર ગ્રેનેડ હુમલાના આજના સમાચાર ખૂબ જ દુઃખદ અને હેરાન કરનાર છે. નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ બનાવવાનું કોઈ કારણ હોઈ શકે નહીં. સુરક્ષા તંત્રએ હુમલાના આ વલણને શક્ય તેટલી વહેલી તકે રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરવા જોઈએ જેથી કરીને લોકો કોઈ પણ પ્રકારના ભય વિના પોતાનું જીવન જીવી શકે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટીકલ 370 (Grenade Attack in Jammu and Kashmir Srinagar) રદ કર્યા બાદ પહેલી વખત ચૂંટણી યોજવામાં આવી હતી, તેમ જ 370 રદ થયા પછી રાજ્યના અંદરના ભાગોમાં આતંકવાદી હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. જેને પગલે ભારત સરકાર પણ એલર્ટ મોડ પર છે અને આ હુમલાઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં ઓમર અબદુલ્લાએ સરકાર બનાવ્યાને હજી પંદર દિવસ પણ પૂરા નથી થયા ત્યાં બહારથી કામ કરવા આવેલા લોકો પર આતંકવાદીઓએ ત્રીજો હુમલો કર્યો હતો જેમાં બે વર્કરનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ આ આતંકવાદીઓએ આર્મીની ગાડી પર અટૅક કર્યો હતો જેમાં બે જવાનો શહીદ થયા હતા.

terror attack jammu and kashmir srinagar omar abdullah article 370 national news