Greater Noida News: પાણી સમજીને રેડ્યું કેમિકલ, પ્રેક્ટિકલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને મજાક પડી ભારે

28 February, 2024 12:31 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Greater Noida News: પરીક્ષા દરમિયાન ચાર વિદ્યાર્થીઓ પર કેમિકલ નાખવામાં આવ્યું હતું જેને કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

કેમિકલની પ્રતીકાત્મક તસવીર

ગ્રેટર નોઈડા (Greater Noida News) માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં વિશ્વેશ્વરયા ગ્રુપ ઑફ ઈન્સ્ટિટ્યુશન્સના ચાર વિદ્યાર્થીઓ પર કેમિકલ રેડવામાં આવ્યું હોવાના સમાચાર છે. 

પરીક્ષા દરમિયાન ચાર વિદ્યાર્થીઓ પર કેમિકલ નાખવામાં આવ્યું હતું જેને કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 

શેની પરીક્ષાઑ ચાલી રહી હતી? 

પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વેશ્વરાય ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સ (Greater Noida News)માં બી. ફાર્મા પ્રથમ વર્ષની પ્રેક્ટિકલ પરીક્ષાઓ ચાલી રહી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીનીએ મજાકમાં અન્ય ચાર વિદ્યાર્થીઓ પર  કેમિકલ રેડ્યું હતું જેને કારણે તેઓ દાઝી ગયા હતા.

શું થયું હતું? લેબમાં થયેલી ઘટના અંગે પોલીસ આપી માહિતી

પોલીસે જણાવ્યું હતું કે ઘટના દરમિયાન એક વિદ્યાર્થીએ અજાણતામાં અન્ય વિદ્યાર્થીઑ પર બોટલમાંથી પાણી રેડ્યું હતું. જેને કારણે રોષે ભરાયેલ વિદ્યાર્થીનીએ મજાકમાં અન્ય ચાર વિદ્યાર્થીઓ પર કેમિકલ રેડ્યું હતું. તેનું પરિણામ આટલું ગંભીર આવશે તેની તેને પણ કલ્પના નહીં હોય. 

સિદ્ધાર્થ, પ્રશાંત અને ઝૈદ ખરાબ રીતે દાઝી ગયા હતા, જેના કારણે લેબમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે આ મામલે હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. કેસની તપાસ ચાલી રહી છે.

ઘટના બાદ શું કહ્યું કોલેજ મેનેજમેન્ટે?

જ્યારે આ ઘટના (Greater Noida News) બની ત્યારે પોલીસને મામલાની જાણ કરવામાં આવી હતી. કોલેજના મેનેજમેન્ટ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેઓએ સમગ્ર મામલે કહ્યું હતું કે આ ઘટના બની ત્યારબાદ પોલીસ અને પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લેબ પ્રોફેસરની મદદથી ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 

જોકે, વિદ્યાર્થીઓ મજાક કરી રહ્યા હતા ત્યારે મજાકમાં જ આ મોટી ઘટના બની જવા પામી હતી. જેમાં લેબમાં બોટલોમાં રાખવામાં આવેલા કેમિકલને કારણે ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘટનાની તપાસ માટે કોલેજ મેનેજમેન્ટે ત્રણ સભ્યોની ટીમની રચના કરી હતી.

દાઝી ગયેલા વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે 

કોલેજ મેનેજમેન્ટનું કહેવું છે કે વિદ્યાર્થીઓ જ્યારે એકબીજાની મજાક કરી રહ્યા હતા ત્યારે બોટલમાં રાખેલા કેમિકલને કારણે તેઓ દાઝી ગયા હતા. હાલ દાઝી ગયેલા વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તપાસ શરૂ કરી દેવામાં આવી છે 

Greater Noida News: કોલેજ પ્રશાસને ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે અને તપાસ કરવામાં આવી રહી છે. જેથી ઘટનાની વાસ્તવિકતા જાણી શકાય. આ ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓ પણ બાળકો સાથે મોબાઈલ પર વાત કરવામાં વ્યસ્ત રહ્યા હતા.

noida greater noida national news india