પ્રધાનની હેટ-સ્પીચ માટે સરકારને જવાબદાર ન ગણાવાય : સુપ્રીમ કોર્ટ

04 January, 2023 01:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જજે મંત્રીઓનાં નિવેદનો પર અંકુશ મૂકવા માટે રાજકીય પક્ષોને જણાવ્યું, સેલિબ્રિટી તેમ જ જાહેરજીવનમાં રહેલા લોકોએ શબ્દોનું શું પરિણામ આવશે એ જાણવું જરૂરી

ફાઇલ તસવીર

કોઈ પ્રધાનની ધિક્કારજનક સ્પીચ માટે સરકારને જવાબદાર ગણાવી શકાય નહીં, એમ સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું. જસ્ટિસ એસ એ નજીરની અધ્યક્ષતા‍વાળી બેન્ચમાં જસ્ટિસ બી. આર. ગવઈ, એ. એસ. બોપન્ના, વી. રામાસુબ્રમણ્યમ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાનો સમાવેશ થતો હતો.

આ મામલે પોતાની અસંમતિ વ્યક્ત કરતાં ચુકાદો લખતા જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે હેટ-સ્પીચ બંધારણના પાયાનાં મૂલ્યો પર પ્રહાર કરે છે. વળી એ અલગ-અલગ પૃષ્ઠભૂમિમાંથી આ‍વતા નાગરિકોના બંધુત્વનું પણ ઉલ્લંઘન કરે છે. ભારતમાં વિવિધ સંસ્કૃતિના લોકો સુમેળથી રહે એ જરૂરી છે. નાગરિકોની પણ પરસ્પર જવાબદારી છે કે આ ભાઈચારો જળવાઈ રહે. સેલિબ્રિટી તેમ જ જાહેરજીવનમાં રહેલી વ્ય​ક્તિઓએ પોતાના ભાષણમાં વધુ જવાબદાર અને સં​યમિત રહેવું જરૂરી છે. વળી શબ્દોનાં શું પરિણામ આવશે એ પણ જાણવું જરૂરી છે. પક્ષોએ પણ તેમના પ્રધાનોની સ્પીચ પર અંકુશ મૂકવો જરૂરી છે. જો કોઈ નાગરિકને એવું લાગે કે આ ભાષણને કારણે તેમની લાગણી દુભાઈ છે તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે

સુપ્રીમ કોર્ટ જુલાઈ ૨૦૧૬માં બુલંદશહેર નજીક કથિત ગૅન્ગ-રેપમાં મૃત્યુ પામેલી પત્ની તથા દીકરીના કેસને દિલ્હીમાં ટ્રાન્સફર કરવા માટે પતિએ કરેલી અરજીના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી. વળી અરજી કરનાર ઉત્તર પ્રદેશના તત્કાલીન પ્રધાન આઝમ ખાન સામે ફરિયાદ કરવા માગતા હતા, જેમણે આ ગૅન્ગ-રેપને રાજકીય કાવતરું ગણાવ્યું હતું. 

national news supreme court