ગૂગલે પોસ્ટ કરેલા ડૂડલ ‘એકોર્ડિયન’ છે આખી દુનિયામાં પ્રખ્યાત, પણ કેમ જાણો છો?

23 May, 2024 01:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Google Doodle: ગૂગલ દ્વારા એકોર્ડિયનની પેટન્ટની એનિવર્સરીની ઉજવણી કરવા માટે 19મી સદીના જર્મની મૂળના સંગીતવાદ્યનું ડૂડલ મૂકવામાં આવ્યું હતું.

એકોર્ડિયન ગૂગલ ડૂડલ

દુનિયામાં વિવિધ ઉત્સવ અને ઈવેન્ટ્સની ઉજવણી કરવા માટે સર્ચ એન્જિન ગૂગલ તેની વેબસાઇટ પર જુદા-જુદા ડૂડલ્સ બનાવીને મૂકે છે. આ ડૂડલ્સ દેખાવામાં ખૂબ જ સુંદર અને ખાસ દિવસ કે વ્યકતી બાબતે મહત્ત્વની માહિતી દર્શાવતું હોય છે. ગૂગલ દર વખતે વિવિધ પ્રકારના ડૂડલ્સ (Google Doodle) મૂકે છે, એવી જ રીતે આજે 23 મે 2024 ગુરુવારના રોજ ગૂગલ દ્વારા એકોર્ડિયનની પેટન્ટની એનિવર્સરીની ઉજવણી કરવા માટે 19મી સદીના જર્મની મૂળના સંગીતવાદ્યનું ડૂડલ મૂકવામાં આવ્યું હતું. જર્મનીના સંગીતવાદ્યને આજના દિવસે 1829માં પેટન્ટ કરવામાં આવ્યું હતું.

એકોર્ડિયન એ ફ્રી-રીડ પોર્ટેબલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ (સંગીત વાદ્ય) છે, જેમાં બાહ્ય પિયાનો-શૈલીની ચાવીઓ અથવા બટનો અને બાસ ફ્રેટ સાથે ટ્રબલ ફ્રેટનો સમાવેશ થાય છે. શરૂઆતમાં એકોર્ડિયનમાં (Google Doodle) એક બાજુએ બટનો હતા, જેમાંથી દરેક એક સંપૂર્ણ રાગ નિર્માણ થતો હતો. ગૂગલ દ્વારા લોક સંગીતકારોને "મુખ્ય વ્યકતી" તરીકે વર્ણવવામાં કરવામાં આવેલા આ વાદ્ય લોક, શાસ્ત્રીય અને જૈઝ જેવી અન્ય શૈલીઓમાં તેનું પોતાનું મહત્વ ધરાવે છે.

19મી સદીના અંતમાં જર્મનીમાં એકોર્ડિયનનું ઉત્પાદન (Google Doodle) વધ્યું હતું. આ સમય દરમિયાન ઉત્પાદકોએ લોક સંગીતકારોની એકોર્ડિયન માટે વધતી માગણીને પહોંચી વળવા માટે આ સંગીત વાદ્યની ઉત્પાદન વધાર્યું હતું. ત્યારબાદ યુરોપિયન સંગીતકારોએ જ્યારે વિશ્વભરનો પ્રવાસ કર્યો, ત્યારે એકોર્ડિયન આ સંગીત વાદ્યની લોકપ્રિયતા આખી દીનીયમાં વધી ગઈ હતી.

ગૂગલે આજની ડૂડલ થીમના વર્ણનમાં જણાવતાં લખ્યું હતું કે "આજનું ડૂડલ એકોર્ડિયનની ઉજવણી કરે છે, એક બોક્સ આકારનું સંગીત વાદ્ય કે જેની શોધ 1800માં જર્મનીમાં કરવામાં આવી હતી અને હવે તે વિશ્વભરમાં પ્લે કરવામાં આવે છે." આજે સવારે, ડૂડલની મ્યુઝિકલ થીમમાં (Google Doodle) એકોર્ડિયન પર બેલો સાથે ગૂગલ લોગો દર્શાવવામાં આવ્યો હતો. ડૂડલમાં વાજિંત્રો વગાડતા લોકો પણ દર્શાવવામાં આવ્યા છે, તેમ જ તે સમયમાં જર્મનીમાં પહેરવામાં આવતા પોશાકથી સજ્જ કલાકારો અને લોકો ડાન્સ કરી રહ્યા હતા એવું પણ આજની ડૂડલ થીમમાં બતાવવામાં આવ્યું છે. એકોર્ડિયન આ શબ્દ જર્મન શબ્દ "એકોર્ડ" પરથી આવ્યો છે જેનો અર્થ "તાર" એવો થાય છે.

આજનું એકોર્ડિયન ગૂગલ ડૂડલ (Google Doodle) એકોર્ડિયનને શ્રદ્ધાંજલિ આપવા બનાવવામાં આવ્યું છે. એકોર્ડિયન એક લોકપ્રિય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તેના રીચ અને સંગીત જોનરાના સમૃદ્ધ પ્રભાવ માટે જાણીતું છે. તેમ જ એકોર્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેનું વર્ણન કરતાં ગૂગલે કહ્યું હતું કે " આ મેલોડી મેકરને હાથમાં લઈને, બધું પ્લૅન મુજબ ચાલે છે! એકોર્ડિયનના પરંપરાગત અવાજે 200 વર્ષ પછી પણ વિશ્વભરમાં જર્મનીની ઉજવણી અને સંગીતને પ્રભાવિત કરવાનું કામ ચાલુ રહ્યું છે."

germany google national news new delhi