જેદ્દાહથી દિલ્હી આવતી ફ્લાઇટમાં પાણી પણ ન પીતા પ્રવાસી પર શંકા ગઈ અને તપાસમાં મળી આવ્યું ૬૯ લાખ રૂપિયાનું સોનુ

18 July, 2024 08:44 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ચાર ઓવલ શેપની કૅપ્સ્યુલમાં ૧૦૯૬.૭૬ ગ્રામ સોનું છુપાવ્યું હતું. આની કિંમત ૬૯ લાખ રૂપિયા છે

પ્રતીકાત્મક તસવીર

ઍર ઇન્ડિયાની જેદ્દાહથી દિલ્હી આવી રહેલી સાડાપાંચ કલાક લાંબી ફ્લાઇટમાં એક પ્રવાસીએ ફ્લાઇટમાં આપવામાં આવતાં રિફ્રેશમેન્ટ્સ, ફ્રૂટ-જૂસ લેવાનો અને પાણી પણ પીવાનો કે બૉટલ લેવાનો ઇનકાર કરી દેતાં ઍર ઇન્ડિયાના સ્ટાફને તેના પર શંકા ગઈ હતી અને પાઇલટે આ પૅસેન્જરની જાણકારી ઍર ટ્રાફિક કન્ટ્રોલને આપી હતી. જ્યારે આ પ્રવાસી ઍરપોર્ટની બહાર નીકળી રહ્યો હતો ત્યારે કસ્ટમ્સ વિભાગની તેના પર નજર હતી. તે જ્યારે ગ્રીન ચૅનલમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને આંતરવામાં આવ્યો હતો અને અધિકારીઓએ કરેલી પૂછપરછમાં તેણે કબૂલ કર્યું હતું કે ગુદામાર્ગમાં તેણે ચાર ઓવલ શેપની કૅપ્સ્યુલમાં ૧૦૯૬.૭૬ ગ્રામ સોનું છુપાવ્યું હતું. આની કિંમત ૬૯ લાખ રૂપિયા છે. આ સોનું પ્રવાસી પાસેથી રિકવર કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી, વધુ તપાસ ચાલુ છે.

ભારત આવતી લાંબા અંતરની ફ્લાઇટ્સમાં જે પૅસેન્જરો રિફ્રેશમેન્ટ્સ કે ખાવાનું અથવા પાણી પીવાનો ઇનકાર કરે એના પર નજર રાખવાની તાકીદ વિવિધ ઍરલાઇન્સને કરવામાં આવી છે, કારણ કે આવા પ્રવાસીઓ સોનાની દાણચોરીના કૌભાંડમાં સંકળાયેલા હોઈ શકે.

national news air india new delhi delhi news Crime News