28 October, 2024 09:28 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
રાકેશ ટિકૈત
કાળિયારના શિકારના કેસમાં સંડોવાયેલા અને એમ કરીને બિશ્નોઈ સમાજની ખફગી વહોરી લેનારા સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈએ મારી નાખવાની ધમકી આપી છે ત્યારે હવે હરિયાણાના ખેડૂતનેતા રાકેશ ટિકૈતે સલમાનને સલાહ આપતાં કહ્યું છે કે ‘આ સમાજની બાબત છે. મંદિરમાં જઈને બિશ્નોઈ સમાજની માફી માગી લે, નહીં તો પછી એનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે.’
રાકેશ ટિકૈતે આ બાબતે કહ્યું હતું કે ‘અગર વો માફી માંગ લે તો સહી હૈ. ગલતી-સલતી તો હોતી રહતી હૈ. નહીં તો યે વિવાદ ચલતા રહેગા. ઇસમેં પતા નહીં કૌન લપેટેમાં આએગા. ઔર વિવાદ નિપટ જાએ તો ઠીક હૈ. યે સમાજ સે જુડા હુઆ મામલા હૈ. સલમાન ખાન કો મંદિર જાકે માફી માંગ લેની ચાહિએ. (લૉરેન્સ) બદમાશ આદમી હૈ. નહીં તો જેલ મેં બંધ આદમી પતા નહીં કબ ટપકવા દે.’