02 May, 2023 07:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશની વધુ એક ઍરલાઈન કંપની નાદાર થઈ શકે છે. હકિકતે, પ્રાઈવેટ સેક્ટરની ઍરલાઈન ગો ફર્સ્ટે એનસીએલટી સામે સ્વૈચ્છિક નાદારી સમાધાન પ્રક્રિયા માટે અરજી કરી છે. રિપૉર્ટ પ્રમાણે, લો-કૉસ્ટ કેરિઅર ગો ફર્સ્ટે ફ્લાઈટની મુશ્કેલી અને ફંડની અછતને કારણે આગામી બે દિવસ માટે નવી બુકિંગ અટકાવી દીધી છે. જણાવવાનું કે વર્ષ 2019માં ભારે ઋણને કારણે જેટ ઍરવેઝે પણ પોતાની ફ્લાઈટ્સની સેવાઓ અટકાવી દેવી પડી હતી. ત્યાર બાદ કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ અને હવે જાલાન-કાલરૉક ગ્રુપે આની ખરીદી કરી છે.
આજે પણ ફ્લાઈટ્સ મોડી
આ મામલે માહિતગાર જાણકારોએ કહ્યું, "ઍરલાઈન પાસે આગામી બે દિવસો માટે ટિકિટોના કોઈ લિસ્ટ નથી. આથી, ટિકિટ બુકિંગ પ્લેટફૉર્મ પર આગામી બે દિવસની યાત્રા માટે નવી બુકિંગ ઉપલબ્ધ નથી." તો, એક અન્ય સોર્સે કહ્યું, "ઉડ્ડાણ સંચાલનની વર્તમાન સ્થિતિ પ્રમાણે 3 મે માટે અનેક ઉડ્ડાણો પણ રદ કરવામાં આવી છે. સવારની અનેક ફ્લાઈટ્સ પણ આજે મોડેથી ચાલી રહી હતી." આ દરમિયાન, નાગર વિમાનન મહાનિદેશાલય (ડીજીસીએ)એ ગો ફર્સ્ટને કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નોટિસ ઍરલાઈન દ્વારા 3-4 મેના બુકિંગ રદ કરવા સંબંધે છે.
કંપનીએ આપ્યું નિવેદન
આ ઍરલાઈનના સીઈઓ કૌશિક ખોનાએ કહ્યું કે ફન્ડની ગંભીર સમસ્યાને કારણે ગો ફર્સ્ટ ત્રણ અને ચાર મેના અસ્થાઈ રૂપે પોતાની ફ્લાઈટ્સ સસ્પેન્ડેડ રાખશે. સીઈઓએ પણ કહ્યું કે પી એન્ડ ડબ્લ્યૂથી એન્જિનનો પૂરવઠો ન થવાથી ગો ફર્સ્ટ નાણાંકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે, આથી તેના 28 વિમાનોનું પરિચાલન બંધ થઈ ગયું છે. આ કારણે ઍરલાઈન સામે રોકડનું સંકટ પેદા થઈ ગયું છે. તેમણે કહ્યું, "નાદારી સમાધાન માટે અરજી કરવી એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે પણ કંપનીના હિતના સંરક્ષણ માટે આમ કરવું જરૂરી હતું."
આ પણ વાંચો : Defamation Case: રાહુલ ગાંધીને ગુજરાત હાઈકૉર્ટમાંથી પણ ઝટકો, નિર્ણય સુરક્ષિત
સરકારને આપવામાં આવી માહિતી
ઍરલાઈને સરકરાને પણ આ ઘટનાક્રમોની માહિતી આપી દીધી છે. સાથે જ તે નાગર વિમાનન મહાનિદેશાયલ (ડીજીસીએ)ને આ વિશે વિસ્તૃત રિપૉર્ટ સોંપવા જઈ રહી છે. ખોનાએ કહ્યું કે ઍરલાઈનની ફ્લાઈટ ત્રણ અને ચાર મેના રોજ સસ્પેન્ડેડ રહેશે. ત્યાર બાદ ફ્લાઈટ્સનું પરિચાલન ફરી શરૂ થશે. ગો ફર્સ્ટના કર્મચારીઓની સંખ્યા 5000થી વધારે છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના આંકડાઓ પ્રમાણે ઍરલાઈનની માર્કેટ ભાગીદારી એક વર્ષ પહેલા 9.8 ટકાની તુલનામાં માર્ચમાં 6.9 ટકા હતી. વિમાનન વેબસાઈટ ફ્લાઈટરડાર 24ના આંકડાઓ પ્રમાણે, ઍરલાઈનના ભાગમાં 59 વિમાન છે.