સલમાને જે હરણને માર્યું તે બિશ્નોઈ માટે હતું ઈશ્વર સમાન? હવે લૉરેન્સ લઈ રહ્યો છે તેનો બદલો

22 October, 2024 10:55 AM IST  |  Mumbai | Manav Desai

સલમાન ખાને જે ચિંકારાનો શિકાર કર્યો તેનું બિશ્નોઈ સમાજમાં અનેરું મહત્ત્વ છે. આ સમાજ ચિંકારાને એક પ્રાણી નહીં પણ સાક્ષાત તેમના ધર્મગુરુનો એક અવતાર માને છે.

સલમાન ખાન, કાળિયાર, લૉરેન્સ બિશ્નોઈની તસવીરોનો કૉલાજ

૧૯૯૮માં "હમ સાથ સાથ હૈં" ફિલ્મના શૂટિંગ દરમ્યાન સલમાન ખાનને શિકાર કરવાનું મન થયું, જંગલના બધા જ પ્રાણીઓ છોડીને સલમાને (Salman Khan Death Threat) બે કાળા હરણનો શિકાર કર્યો, આ જ કાળા હરણને ઇંગ્લિશમાં Blackbuck એટલે કે ચિંકારા કહેવામાં આવે છે. બિશ્નોઈ સમાજ વર્ષોથી સલમાન ખાન વિરુદ્ધ ચિંકારાના ગેરકાયદેસર શિકાર માટે કોર્ટમાં યાચિકાઓ દાખલ કરતું આવ્યું છે. સલમાન ખાને જે ચિંકારાનો શિકાર કર્યો તેનું બિશ્નોઈ સમાજમાં અનેરું મહત્ત્વ છે. આ સમાજ ચિંકારાને એક પ્રાણી નહીં પણ સાક્ષાત તેમના ધર્મગુરુનો એક અવતાર માને છે. 

૧૫મી શતાબ્દીમાં ગુરુ જમભેશ્વર દ્વારા બિશ્નોઈ સમાજની સ્થાપના કરવામાં આવી, બિશ્નોઈ સમાજ આ કાળા હરણને તેમના ગુરુનો અવતાર માને છે. પ્રાણી, જીવ-જંતુઓ અને વૃક્ષોનું રક્ષણ કરવું જેવી બાબતો બિશ્નોઈ સમાજ પોતાની પ્રાથમિક જવાબદારીઓ માને છે. આવા લગભગ ૨૯ નિયમોની યાદીઓને આ સમાજમાં માન્યતા આપવામાં આવી છે. પ્રાણીઓ અને વન્યજીવનનું રક્ષણ કરતી ઘણી ઘટનાઓ તેમની સાથે ચર્ચામાં રહી ચૂકી છે (Salman Khan Death Threat)

૧૭૩૦માં બિશ્નોઈ સમાજ ખેજરી વૃક્ષોનું રક્ષણ કરી રહ્યું હતું. તે સમયે રાજા અભય સિંહે આવા ઘણા વૃક્ષોને કાપવાના આદેશ આપ્યા. આ ખેજરી વૃક્ષોનું રક્ષણ કરતાં ૩૬૨થી વધુ બિશ્નોઈઓએ પોતાનો જીવ ગુમાવ્યો. અમ્રિતા દેવી નામની મહિલાની આગેવાનીમાં બનેલી આ ઘટના જોધપુર નજીક આવેલા ખેજરલી ગામ પાસે બની હતી વન્યજીવન અને વૃક્ષોનું રક્ષણ કરવા માટે શરૂ થયેલ ચીપકો ચળવળમાં બિશ્નોઈ સમાજનું યોગદાન આજે પણ અમૂલ્ય ગણવામાં આવે છે. બિશ્નોઈ (Salman Khan Bishnoi gang)સમાજની ઘણી સ્ત્રીઓ પોતાના બાળક સાથે આવા હરણોના બાળકોને પણ સ્તનપાન કરાવતી જોવા મળે છે. કુદરત અને આ સમાજનો પરસ્પર સંબંધ સૈકાઓથી ચાલતો આવ્યો છે. આજે પણ રણપ્રદેશ પાસે રહેતા બિશ્નોઈ સમાજના ઘરોની આસ-પાસ જાનવરો અને ચિંકારાઓ મુક્ત રીતે ફરી શકે છે. (Salman Khan Death Threat)

તાજેતરમાં બાબા સિદ્દીકીની (Baba Siddique death)હત્યાની જવાબદારી લૉરેન્સ ગેન્ગે લીધા બાદ બિશ્નોઈ સમાજ ફરી ચર્ચાનો વિષય બન્યો છે. સલમાન ખાનના દરેક નજીકનાઓની હત્યા કરવાનો હેતુ ધરાવતી આ ગેન્ગ પોતાના ધર્મનું પાલન કરે છે કે ફક્ત અભિનેતાની સાથે પોતાનું નામ જોડી સમાજમાં પોતાની ધાક બેસાડવા ઈચ્છે છે એ વિચારવા જેવી બાબત છે.

નોંધનીય છે કે જ્યારે હાલમાં સલમાનના પિતા સલીમ ખાનને આ ઘટના વિષે પૂછવામાં આવ્યું ત્યારે વર્ષો બાદ ચુપકીદી તોડીને તેમણે કહ્યું કે "જ્યારે મેં સલમાનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, હું આ બાબત વિશે જાણતો નથી અને ઘટના સ્થળે હું હતો જ નહીં, કોઈ પ્રાણી તો શું અમે આજ સુધી ઘરમાં વાંદો પણ માર્યો નથી. સલમાન મારી સામે ક્યારેય ખોટું બોલતો નથી અને માફી માગવાથી એવું સાબિત થાય છે કે તમે અપરાધ કર્યો છે". એક તરફ મુંબઈ પોલીસ બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ લોકોની ધરપકડ કરી રહી છે તો બીજી તરફ સલમાન ખાને દુબઈથી બુલેટ પ્રૂફ એસયુવી ગાડી મગાવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. 

Salman Khan salman khan controversies baba siddique zeeshan siddique bandra lawrence bishnoi entertainment news bollywood news bollywood