Video: ટ્રેનમાં છોકરીએ એવું તે શું કર્યું કે લોકોએ પૂછ્યું ભાડું વધવાનું કારણ?

04 December, 2023 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Girls` Bold Dance in Indian Railway: સોશિયલ મીડિયા પર મોટાભાગે ટ્રેનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો અતરંગી ક્રિયાઓ કરતા જોવા મળે છે. હાલ ઈન્ટરનેટ પર કેટલીક યુવતીઓના બોલ્ડ ડાન્સ છવાયેલા છે, જેને જોઈને યૂઝરે માથું પકડી લીધું છે.

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબમાં ટ્રેનના કોચમાં ડાન્સ કરતી યુવતી

દિલ્હી મેટ્રોના `રીલબાજ` પ્રવાસી હવે ભારતીય રેલવેમાં પણ પહોંચી ગયા છે. હા, સોશિયલ મીડિયા પર મોટાભાગે ટ્રેનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો અતરંગી ક્રિયાઓ કરતા જોવા મળે છે. હાલ ઈન્ટરનેટ પર કેટલીક યુવતીઓના બોલ્ડ ડાન્સ છવાયેલા છે, જેને જોઈને યૂઝરે માથું પકડી લીધું છે. (Girls` Bold Dance in Indian Railway)

Girls` Bold Dance in Indian Railway: કેટલાક લોકોને લાઇક્સ અને વ્યૂઝ મેળવવાનો જે ચસ્કો ચડ્યો છે તેને કારણે તે ગમે ત્યાં અને ગમેતેવું નાચવા માટે તૈયાર થઈ જાય છે. આથી તમને દિલ્હી મેટ્રોથી લઈને ભારતીય રેલવેના કોચમાં છોકરા-છોકરીઓ મુક્તમને ડાન્સ કરતા જોવા મળી જાય છે. આ ડાન્સનો વિસ્તાર માત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધી સીમિત નથી પણ તેમણે પબ્લિક પ્લેસ પર પણ કોહરામ મચ્યો છે.

તમે ઈન્ડિયા ગેટથી લઈને ગેટવે ઑફ ઈન્ડિયા સુધી આ `રીલબાજો`ને ડાન્સથી વિચિત્ર કારનામા કરતા જોઈ શકો છો. જો કે, હાલ કેટલીક યુવતીઓના વીડિયોઝ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે ટ્રેનના કોચમાં બૉલ્ડ ડાન્સ કરતી જોવા મળે છે. આ અંગે કેટલાક યૂઝર્સ પ્રશ્ન કરી રહ્યા છે કે શું કારણસર ટ્રેનનું ભાડું ઝડપથી વધી રહ્યું છે? તો કેટલાકે સલાહ આપી છે કે આના પર ટેક્સ લાગુ પાડવો જોઈએ જેથી સરકારની આવક વધે.

રેલમંત્રી સામે કરી આ અરજી
Girls` Bold Dance in Indian Railway: ટ્રેનની બર્થ પર બોલ્ડ ડાન્સ કરતી યુવતીનો વીડિયો પોસ્ટ કરતા @hemendra_tri નામના યૂઝરે X પર 27 નવેમ્બરે લખ્યું કે, શું આ મુજરા માટે @RailMinIndia સતત ભાડાંમાં વધારો કરે છે, @AshwiniVaishnawજી, કંઇક તો વિચાર કરો, પ્રભુ. ટ્રેનમાં બાળકો, વૃદ્ધ બધા જ પ્રવાસ કરે છે. કાલે કોઇએ કંઇ કહી દીધું તો મહિલા પંચ મોટો મુદ્દો બનાવશે. તે પહેલા કંઈક કાયદા ઘડો.

આ માટે કોઈ કાયદો છે ખરો?
Girls` Bold Dance in Indian Railway: આ બધા વીડિયોઝ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફૉર્મ્સ પર છાશવારે શૅર કરવામાં આવે છે. જ્યાં અનેક યૂઝર્સે પૂછ્યું કે આને માટે કોઈ કાયદો નથી? તો કેટલાકે લખ્યું ટ્રેનમાં મુજરો ક્યારે અટકશે? તો અન્ય યૂઝર્સે મસ્તી કરતાં લખ્યું કે મફતમાં મનોરંજન મળી રહ્યું છે. એક યૂઝરે લખ્યું- આ લોકો પર ટૅક્સ લગાડવો જોઈએ જેથી સરકારની આવક વધે.

દેશમાં હવે `એન્ટી છપરી એક્ટ`ની જરૂર છે!!
આ ચારેય વીડિયોમાંથી ત્રણ વીડિયો ટ્રેનમાં ફિલ્માવવામાં આવ્યા છે. આમાં જોઈ શકાય છે કે છોકરીઓ ભોજપુરી ગીતો પર ડાન્સ કરી રહી છે. તેમના ડાન્સ સ્ટેપ્સ એવા છે કે કેટલાક યૂઝર્સે લખ્યું કે ટ્રેનમાં બાળકો અને વૃદ્ધો પણ પ્રવાસ કરે છે. જ્યારે અન્ય વીડિયોમાં યુવતી ઈન્ડિયા ગેટ પર  ભોજપુરી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. 

mumbai trains delhi metro rail corporation viral videos social media national news