17 August, 2023 06:34 PM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent
ગુલામ નબી આઝાદ (તસવીર સૌજન્ય મિડ-ડે)
કૉંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ બોલ્યા- 600 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતોએ ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો.
કૉંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદનો જમ્મૂ-કાશ્મીરના ડોડા જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આઝાદ કહેતા દેખાય છે કે ઇસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈપણ બહારના નથી. આપણે બધા આ દેશના જ છીએ. ભારતના મુસલમાન મૂળત્વે હિંદુ જ હતા, જે પછીથી કન્વર્ટ થઈ ગયા.
કૉંગ્રેસનો સાથ છોડીને ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) બનાવનારા જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે મોટું નિવેદન આપી દીધું છે. આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હિંદુ ધર્મ ઇસ્લામથી પણ જૂનો છે. બધા મુસલમાન પહેલા હિંદુ જ હતા. આપણા દેશમાં મુસલમાન હિંદુમાંથી ધર્માંતરણ થયા બાદ થયા છે. કાશ્મીરમાં બધા મુસલમાન કાશ્મીરી પંડિતોથી ધર્માંતરિત થયા છે. બધાનો જન્મ હિન્દૂ ધર્મમાં જ થયો છે.
ગુલામ નબી આઝાદનો વાયરલ વીડિયો જમ્મૂ-કાશ્મીરના ડોડા જિલ્લાનો છે એવું કહેવામાં આવી રહ્યું છે. ગુલામ નબી આઝાદે ડોડાના ચિરલ્લા ગામમાં એક સરકારી સ્કૂલમાં 9 ઑગસ્ટના એક સભાનું સંબોધન કરતા કહ્યું હતું કે કાશ્મીરી મુસલમાનોને કાશ્મીરી પંડિતોમાંથી ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા અને અહીં ઇસ્લામ કરતાં પહેલા હિંદુ ધર્મ હતો.
ગુલામ નબી આઝાદે કહ્યું કે ભારતમાં ઇસ્લામ 1500 વર્ષ પહેલાથી અસ્તિત્વમાં આવ્યું હતું જ્યારે હિંદુ ધર્મ ઇસ્લામથી પણ જૂનો છે. 10-20 મુસલમાન હશે જે મુગલ સેનાના સૈનિક હશે અને ભારત આવ્યા હશે. નહીંતર આખો ભારત દેશ હિંદુ છે અને આનું એક ઉદાહરણ કાશ્મીરમાં હાજર છે. 600 વર્ષ પહેલા કાશ્મીરમાં કોઈ મુસલમાન નબોતો અને ત્યાં બધા કાશ્મીરી પંડિત હતા.
ભારતના મુસલમાન મૂળ રૂપે હિંદુ હતા- આઝાદ
આઝાદે કહ્યું કે ભારતમાં કોઈપણ બહારથી નથી આવ્યા. આપણે બધા આ દેશના છીએ. ભારતના મુસલમાન મૂળરૂપે હિંદુ હતા, જે પછીથી કન્વર્ટ થઈ ગયા. ગુલામ નબી આઝાદે કહ્યું કે, "અમે બહારથી નથઈ આવ્યા આ માટીની જ ઉપજ છીએ. આ માટીમાં ખતમ થવાનું છે."
બધા હિંદુ ધર્મમાં પેદા થયા હતા- આઝાદ
તેમણે કહ્યું કે અમારા બીજેપીના અનેક લીડરે જણાવ્યું કે કોઈ બહારથી આવ્યા છે તો કોઇક અંદરથી આવ્યા છે. મેં કહ્યું કે અંદર-બહારથી કોઈ નથી આવ્યું. બધા હિંદુ ધર્મમાં પેદા થયા. કાશ્મીરી પંડિતોએ ઇસ્લામ સ્વીકારી લીધો, આથી મેં કહ્યું કે બધા લોકો હિંદુ ધર્મમાં પેદા થયા હતા. અમારા હિંદુ ભાઈ મરે છે તો તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. ત્યાર બાદ અસ્થિ દરિયામાં વિસર્જન કરવામાં આવે છે, જે જળ નિકાયમાં જાય છે. તે પાણીનો ઉપયોગ સિંચાઈમાં પણ કરવામાં આવે છે અને તે ફરી આપણે પાક માટે પણ ઉપયોગમાં લઈએ છીએ. તેને પીવાય પણ છે.
રાજનીતિ સાથે ધર્મને કોઈ સંબંધ નથી- આઝાદ
આ જ રીતે મુસલમાન પોતાના મૃતકોને દફન કરે છે અને જે અંતે માટીમાં મળી જાય છે. હિંદુ અને મુસ્લિમ બન્ને અંતે માટીમાં જ મળશે અને આ બધું એક રાજકારણ છે. રાજકારણમાં ધર્મનો ઉપયોગ કરનારા નબળાં હોય છે. તેમણે કહ્યું કે, "રાજકાણરથી ધર્મને કોઈ સંબંધ નથી. લોકોને ધર્મના નામે મત ન લેવા જોઈએ."
જો કોઈ ધર્મના નામે મત માગે છે તો તે દેશની પ્રગતિમાં વાંધો નાખે છે અને નફરત ફેલાવે છે. અમારી પાર્ટીમાં ધર્મને કોઈ સ્થાન નથી. આઝાદે લોકોને અપીલ કરી છે કે આપણે આપણા રાજ્યના વિકાસ માટે સાથે આવવું જોઈએ.