09 September, 2022 01:54 PM IST | Ghaziabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
ગાઝિયાબાદ થાણા મધુબન બાપૂધામ ક્ષેત્ર સેક્ટર 23 સંજય નગરમાં રહેનારા પુષ્પ ત્યાગી નામના 11 વર્ષીય બાળક પર પિટબુલ બ્રીડના ડૉગે જીવલેણ હુમલો કર્યો છે. બાળકના ચહેરા પર લગભગ 200 ટાંકા આવ્યા છે. આ ઘટનાથી પરિવારજનોમાં ઘણો રોષ છે. આ પ્રકાર ઘટનાઓ ઘણી થઈ રહી છે, જેમાં બાળકો રમતા હોય છે અને કૂતરાઓ તેમના પર હુમલો કરી દે છે. આ રીતે કૂતરાઓને ખુલ્લા છોડી દેવું ખોટું છે. આ વૃદ્ધો અને બાળકો પર ઘણીવાર હુમલો કરી દેતા હોય છે. ઘટના ત્યારે ઘટી જ્યારે બાળક ઘરના પાર્કમાં રમતો હતો. ત્યાં પાર્કમાં પિટબુલ કૂતરાને ફરાવતી એક છોકરીના હાથમાંથી કૂતરો એકાએક છૂટી ગયો. પછી પિટબુલે બાળકના ચહેરા અને કાન પર હુમલો કર્યો. ત્યાં હાજર લોકોએ કોઇક રીતે કૂતરાથી બાળકને છોડાવીને હૉસ્પિટલ પહોંચાડી દીધો. જો થોડું પણ મોડું થાત તો કંઇપણ થઈ ગયું હોત. સંજય નગર સેક્ટર 23માં સુભાષ ત્યાગીએ કોઈપણ રજિસ્ટ્રેશન કરાવેલા કૂતરાને ગેરકાયદેસર રીતે પાળ્યો હતો જેના પર પણ નગર નિગમે 5000 રૂપિયાનો દંડ લગાડ્યો છે, નિગમ આવી અનેક કાર્યવાહી સતત કરે છે.
ગાઝિયાબાદ અને નોએડાથી પણ કૂતરા કરડવાની ઘટનાઓ સામે આવી હતી. ગાઝિયાબાદમાં લિફ્ટમાં માલકિન સાથે હાજર એક કૂતરાએ એક બાળક પર હુમલો કરી દીધો હતો. બાળકને પીડાથી કણસતો રહ્યો પણ મહિલાએ બાળક તરફ જોયું પણ નહીં. મહિલા પર દંડ ફટકારવાની વાત સામે આવી હતી. ત્યાર બાદ નોએડાથી પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. સેક્ટર 75 એપેક્સ એથેના સોસાઇટીમાં પાળેલા કૂતરાએ લિફ્ટમાં એક યુવક પર નિશાનો સાધ્યો. સીસીટીવીમાં દેખાય છે કે યુવક લિફ્ટમાં જઈ રહ્યો હતો તે સમયે લિફ્ટમાં પાળેલા કૂતરા સાથે એક છોકરો પણ હાજર હતો. યુવકે પહેલાથી કૂતરાથી અંતર જાળવી રાખ્યું હતું. જેવો તે લિફ્ટમાંથી ઉતરવા ગયો યુવકે કૂતરાએ કરડી લીધું. યુવક પડી ગયો. કૂતરાના માલિકને પોતાના પાળેલા જાનવરને નિયંત્રિત કરવામાં અને લિફ્ટમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કરતો જોઈ શકાય છે.
ગયા મહિને પણ ત્રીસ વર્ષીય મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, જ્યારે તેના પર પિટ બુલ નસ્લના પાળેલા કૂતરાએ હુમલો કરી દીધો છે. ડૉગના ઑનર વિરુદ્ધ મહિલાના પરિવારજનોએ પ્રાથમિકી નોંધાવી છે. મહિલાની ઓળખ મુન્ની તરીકે કરવામાં આી છે, જેને હુમલા થકી હાથ અને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ પહેલા 82 વર્ષીય મહિલાનો ઉત્તર પ્રદેશના લખનઉમાં તેના પાળેલા પિટબુલે જીવ લીધો હતો. જણાવવાનું કે દિલ્હી-એનસીઆરમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે.