01 December, 2022 06:51 PM IST | Ghaziabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગાઝિયાબાદની (Ghaziabad) એક સોસાઇટીની (Society) મોટી લાપરવાહીની ઘટના સામે આવી છે. અહીં ક્રૉસિંગ રિપબ્લિકની (Crossing Republic Assotech) એસોટેક નેસ્ટ હાઉસિંગ સોસાઈટીની (Nest Housing Society) એક લિફ્ટ (Lift) એકાએક ખરાબ થઈ ગઈ અને ત્રણ બાળકીઓ (3 Girls Stuck in Lift) લિફ્ટમાં ફસાઈ ગઈ. લગભગ 20 મિનિટ (20 minutes) સુધી બાળકીઓ તેમાં ફસાઈ (Girls Stuck) રહી. પરિવારજનોની ફરિયાદ (Family member`s Complaint) પર પોલીસે (Police) આ મામલે કેસ (Filed a case) દાખલ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral on Social Media) થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે લિફ્ટમાં ફસાયેલી બાળકીઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તો ઘણો સમય સુધી લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કરતી રહી પણ લિફ્ટ ખુલી નહીં. તેમણે ઇમરજન્સી કૉલ બટન પણ પ્રેસ કર્યો પણ તેમને તત્કાળ મદદ મળી શકી નહીં. બાળકીઓની ઉંમર લગભગ 8થી 10 વર્ષની કહેવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ ઘટના 29 નવેમ્બરે સાંજે થઈ હતી.
માહિતી પ્રમાણે અડધા કલાક પછી જ્યારે બાળકીઓ રડતાં રડતાં ઘકે પહોંચી ત્યારે તેમણે પરિવારને ઘટનાની માહિતી આપી. ત્યાર બાદ બાળકીઓના પિતાએ સોસાઇટીના પદાધિકારીઓ અને મેન્ટેન્સ કંપની વિરુદ્ધ કેસ નોંધાવ્યો. પોલીસે કલમ 287 અને 336 હેઠળ કેસ નોંધાવ્યો છે. પોલીસે કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. સીધું જોતાં ઘટનાની પાછળ લિફ્ટ ખરાબ મેઇન્ટેન્સનું કારણ માનવામાં આવે છે. બાળકીઓના પિતાનું કહેવું છે કે લિફ્ટના મેઇન્ટેનન્સ માટે 25 લાખથી વધારે વાર્ષિક ખર્ચ થાય છે.
આ પણ વાંચો : લાઇવ સ્ટ્રીમ દરમિયાન કોરિયન વ્લોગરની મુંબઈમાં થઈ સતામણી, બે ઝડપાયા
પેરેન્ટ્સે જણાવ્યું કે મોટાભાગે સોસાઈટીની લિફ્ટ ખરાબ થતી રહે છે. ઘણીવાર લોકો લિફ્ટમાં ફસાઈ જાય છે. અનેક ફરિયાદો પછી પણ આના પર ધ્યાન આપવામાં આવ્યું નથી. લિફ્ટના મેઇન્ટેનન્સ પર ધ્યાન નથી અપાઈ રહ્યું, એવામાં ક્યારે પણ કોઈ મોટી ઘટના કે અકસ્માત થઈ શકે છે.