25 August, 2019 09:27 PM IST |
ભારતના મહાત્વકાંક્ષી અભિયાન ગગનયાન માટે રૂસે હાથ આગળ કર્યો છે અને આ પ્રોજેક્ટ માટે તેમણે ભારતને ક્રાયોજનિક એન્જિન આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. રૂસની સરકારની એજન્સી સ્પેશ કોર્પોરેશન રોસ્કોસમોસે કહ્યું હતું કે, ભારત રૂસ ટૂંક સમયમાં જ તેના આગામી અભિયાન ગગનયાનને લઈને વાત કરવાનું છે. ભારત રૂસ પાસેથી ગગનયાન માટે ઘણા જરૂરી ઉપકરણો ખરીદવા ઈચ્છી રહ્યું છે. આ ઉપકરણોમાં ગગનયાન માટે ઉપયોગ થતી સીટો, બારીઓ તથા તેના શૂટનો સમાવેશ છે જે અંતરિક્ષ યાત્રી વૈજ્ઞાનિકો પહેરે છે.
રોસ્કોસમોસ અનુસાર, આ વિષયે 4 થી 5 સપ્ટેમ્બર વચ્ચે રૂસના બ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક દરમિયાન ઉચ્ચ સ્તરીય વાત થઈ શકે છે. 21 ઓગસ્ટે માસ્કોમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને મહાનિદેશક ડિમિટ્રી રોગોજન વત્તે આ વિશે વાતચીત થઈ હતી. આ વાતચીત પછી રોસ્કોસમોસે નિવેદન આપ્યું હતું કે, આ વાતચીત પછી અંતરિક્ષ અભિયાન, ઉપગ્રહ નેવિગેશન અને એન્જીન ટેક્નોલોજી સહિત ઘણા મહત્વની સહયોગ વિશે વિચાર કરવામાં આવશે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર:આર્ટિકલ 370 હટાવ્યા પછી સચિવાલય પરથી હટાવાયો રાજ્યનો ધ્વજ
બન્ને દેશોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ભારતની અંતરિક્ષ એજન્સી ઈસરો અને રૂસની ગ્લાવકોસમોવ વચ્ચે વ્યાપક સહયોગ અને 4 ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકોને યૂરી ગાગરિન સ્પેશ સ્ટેશનમાં ટ્રેનિંગ આપવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સંબંધે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં કરાર કરવામાં આવી શકે છે. રોસ્કોસમોસે કહ્યું હતું કે, ભારત તેના પહેલા માનવ અંતરિક્ષ અભિયાન ગગનયાનને 2022 સુધીમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે