ગગનયાન મિશન દ્વારા અવકાશમાં જશે આ ચાર એસ્ટ્રોનોટ્સ, પીએમ મોદીએ કરાવ્યો પરિચય

27 February, 2024 02:51 PM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Online Correspondent

કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર પસંદગીના અવકાશયાત્રીઓ સાથે દેશનો પરિચય કરાવ્યો હતો

તસવીરો: પીટીઆઈ

ગગનયાન મિશન (Gaganyaan Mission Astronauts)ની રાહ જોઈ રહેલા ભારતને મંગળવારે એક ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર પસંદગીના અવકાશયાત્રીઓ સાથે દેશનો પરિચય કરાવ્યો હતો. ભારતીય વાયુસેનાના આ હીરોને અવકાશમાં જવા માટે પસંદ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ઘણા ઉમેદવારોની તપાસ કર્યા બાદ છેલ્લા ચાર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી હતી.

પીએમ મોદીએ આ અવકાશયાત્રીઓને સ્ટેજ પર બોલાવ્યા અને તેમનો પરિચય વિશ્વને કરાવ્યો. ગગનયાન (Gaganyaan Mission Astronauts) દ્વારા અવકાશમાં જવાની તૈયારી કરી રહેલા મુસાફરોના નામ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. કહેવામાં આવી રહ્યું છે કે, વાયુસેનાના આ બહાદુર જવાનો દરેક પ્રકારના ફાઈટર જેટ વિશે જાણે છે.

ગગનયાન પ્રોજેક્ટ (Gaganyaan Mission Astronauts) હેઠળ ભારતીય અંતરિક્ષ એજન્સી 400 કિમીની ભ્રમણકક્ષામાં ક્રૂ મેમ્બર્સને મોકલવાની તૈયારી કરી રહી છે. આ મિશન દ્વારા અવકાશયાત્રીઓને ત્રણ દિવસ માટે મોકલવામાં આવશે અને પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવશે. પ્રથમ માનવરહિત મિશન એટલે કે G1 2024ના બીજા ક્વાર્ટરમાં થઈ શકે છે.

12થી 4 નામોની યાદી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગગનયાન મિશનમાં રસ દાખવનારા ટેસ્ટ પાઇલટ્સમાંથી માત્ર 12 એવા હતા જેઓ પસંદગીના પ્રથમ તબક્કામાં પાસ થઈ શક્યા હતા. તેનું આયોજન વર્ષ 2019માં ઈન્સ્ટિટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયન એરફોર્સ એટલે કે બેંગલુરુમાં આઈએએફ હેઠળ કરવામાં આવ્યું હતું. પસંદગી પ્રક્રિયાના ઘણા રાઉન્ડ પછી, IAM એ ચાર નામોને મંજૂરી આપી હતી.

એવા અહેવાલો છે કે વર્ષ 2020 માં, ISRO દ્વારા ચાર લોકોને પ્રારંભિક તાલીમ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા. આ તાલીમ વર્ષ 2021 માં સમાપ્ત થઈ. કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19ને કારણે ટ્રેનિંગ પૂર્ણ કરવામાં સમય લાગ્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ રેલવેને આપી 41,000 કરોડના પ્રોજેક્ટની ભેટ

ભારતીય રેલવે માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે ​​ભારતીય રેલવે (Indian Railways)ની 41 હજાર કરોડ રૂપિયાની અનેક રેલવે પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ રેલવેને ₹41,000 કરોડના 2,000થી વધુ પ્રોજેક્ટ્સ ભેટમાં આપ્યા છે. તેને ઐતિહાસિક ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે તે દેશને સમર્પિત છે. તેમણે કહ્યું કે મુસાફરીને બહેતર બનાવવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે.

narendra modi thiruvananthapuram kerala indian space research organisation india national news