10 September, 2023 08:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે G20 સમિટ માટે ભારત મંડપમ ખાતે યુએસ પ્રેસિડન્ટ જો બાઇડનને આવકારી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)
નવી દિલ્હીમાં G20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાનમાં ભારત મંડપમમાં વર્લ્ડ લીડર્સ અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ભારત મંડપમમાં જે સ્થળે લીડર્સનું હાથ મિલાવીને સ્વાગત કર્યું હતું એની પાછળ વિશાળ ચક્ર હતું એ ખૂબ ખાસ છે. એનું નામ કોણાર્ક ચક્ર છે.
નવી દિલ્હીમાં ગઈ કાલે G20 સમિટ માટે ભારત મંડપમ ખાતે જપાનના પીએમ ફુમિયો કિશિદાને આવકારી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)
ઓડિશાના કોણાર્ક ચક્રને ૧૩મી સદી દરમ્યાન રાજા નરસિંહાદેવ પ્રથમના રાજ દરમ્યાન બનાવવામાં આવ્યું હતું. આ કોણાર્ક ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, સભ્યતા અને વાસ્તુકળાની શ્રેષ્ઠતાનું પ્રતીક છે. કોણાર્ક ચક્ર પ્રતીક છે કે સમય હંમેશાં બદલાતો રહે છે.