પીએમ મોદીની નેમપ્લેટમાં ‘ભારત’નો ખાસ મેસેજ

10 September, 2023 09:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમની આગળ મૂકવામાં આવેલી નેમપ્લેટમાં ‘ભારત’ લખવામાં આવ્યું હતું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)

‘ભારત’ વર્સસ ‘ઇન્ડિયા’નો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સ્ટ્રૉન્ગ મેસેજ આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમની આગળ મૂકવામાં આવેલી નેમપ્લેટમાં ‘ભારત’ લખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વર્લ્ડ લીડર્સને મોકલવામાં આવેલા આમંત્રણમાં ‘ઇન્ડિયા’ના બદલે ‘ભારત’નો ઉલ્લેખ કરવામાં આવતાં ખૂબ જ વિવાદ થયો હતો. આ ફેરફારનો વિપક્ષોએ વિરોધ કર્યો હતો.

જેના લીધે એવી પણ અટકળો શરૂ થઈ ગઈ હતી કે આ મહિનામાં યોજાનારા સંસદના સ્પેશ્યલ સેશનમાં દેશનું નામ ઇન્ડિયાને બદલે ભારત કરવા માટે એક બિલ લાવવામાં આવશે. વિદેશી મહેમાનો માટેની G20 બુકલેટ્સમાં પણ ‘ભારત’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

g20 summit narendra modi new delhi india Bharat national news