G20 Summit 2023 : જો બાઈડનની સુરક્ષામાં ખામી, એવું શું કર્યું તેમના કાર-ડ્રાઇવરે?

10 September, 2023 12:48 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

G20 Summit 2023 : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલામાં એક કારનો ડ્રાઈવર તેના ખાનગી પેસેન્જરને લેવા માટે નીકળ્યો હતો. જોકે, સુરક્ષાકર્મીઓની સતર્કતાને કારણે તે પકડાઈ ગયો હતો.

ફાઈલ તસવીર

આજે રવિવારે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ જી-20 સમિટ (G20 Summit 2023)નો બીજો દિવસ છે. અને આજે જી-20 સમિટ (G20 Summit 2023) પૂર્ણ થઈ જવાની છે. આ જી-20 સમિટ માટે દુનિયાભરમાંથી અનેક નેતાઓએ હાજરી આપી છે. આ નેતાઓની સુરક્ષા માટે અનેક સૈનિકોની તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હીના દરેક ખૂણે-ખૂણે સૈનિકો તૈનાત છે. પરંતુ આ કડક સુરક્ષા વચ્ચે જો બાઈડનની સુરક્ષામાં એક ભૂલ સામે આવી છે. જોકે આ ભૂલને હવે ટાળી દેવામાં આવી છે. વાસ્તવમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલામાં એક કારનો ડ્રાઈવર તેના ખાનગી પેસેન્જરને લેવા માટે નીકળ્યો હતો. જોકે, સુરક્ષાકર્મીઓની સતર્કતાને કારણે તે પકડાઈ ગયો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જો બાઈડનના કાફલા માટે કેટલાક વાહનો અમેરિકાથી આવ્યા છે અને કેટલાક વાહનો ભારતમાંથી ગોઠવાયા છે. આ વાહનોમાંથી એક એર્ટિગા વાહન છે. જે કાફલામાં સામેલ હતું અને તેના પર સુરક્ષા સંબંધિત ઘણા સ્ટીકરો પણ લગાડવામાં આવ્યા હતા. આ વાહનનો ડ્રાઇવર રાષ્ટ્રપતિ બાઈડનના કાફલા માટે ભાડે રાખેલા વાહનમાં ખાનગી મુસાફર સાથે હોટેલ તાજ માન સિંહ પહોંચી ગયો હતો. 

ગયા શનિવારે એટલે કે 09 સપ્ટેમ્બરના રોજ સવારે એર્ટીગા કારના ડ્રાઇવરને તેના નિયમિત ગ્રાહકે હોટેલ તાજ માન સિંહ જવા માટે બોલાવ્યો હતો. જોકે,  હાલ આ વાહનને બાઈડન (Joe Biden)ના કાફલા સાથે આવવાનું હતું. પરંતુ તેના નિયમિત ગ્રાહકનો ફોન આવતાં ડ્રાઇવરે તેને લોધી એસ્ટેટમાંથી પિક અપ કર્યો હતો અને તાજ માન સિંહ પાસે લઈ છોડ્યો હતો. જ્યાં તૈનાત કરવામાં આવેલા સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો.

આ રીતે જ્યારે જી-20 સમિટ (G20 Summit 2023) માટે કારને સુરક્ષા હેતુસર ભાડે રાખવામાં આવી હોવા છતાં ખાનગી રીતે ઉપયોગ કરાતા જ તે કાર ડ્રાઈવરની ભૂલ સાબિત થઈ છે. આ પછી પોલીસે ડ્રાઈવર અને તેમાં જે મુસાફરે  મુસાફરી કરી હતી તેની અટકાયત કરી લેવામાં આવી છે. જોકે,  અટકાયત બાદ પૂછપરછ કરીને બંનેને છોડી દેવામાં આવ્યા હતા. 

જોકે, હાલમાં આ વાહનને કાફલામાંથી હટાવી દેવામાં આવ્યું છે. જી-20 સમિટ (G20 Summit 2023) દરમિયાન કડક તકેદારી રાખવા માટે 50, 000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 5 હજાર જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કંટ્રોલ રૂમમાંથી ચોવીસ કલાક કાયદો અને વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન G20 સમિટમાં ભાગ લેવા માટે ગઈકાલે મોડી સાંજે ભારત આવ્યા હતા. તેઓએ પહેલા દિવસે એટલે કે શનિવારે કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી. આજે કોન્ફરન્સનો બીજો દિવસ છે. આજે તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પણ પહોંચ્યા હતા. પરંતુ ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ વિયેતનામ જવા રવાના થઈ ગયા હતા.

g20 summit joe biden national news delhi delhi police new delhi india