05 March, 2023 09:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ બીજેપીએ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘વિવાદાસ્પદ’ સ્પીચ આપવા બદલ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની ગઈ કાલે ફરી ટીકા કરી હતી. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ‘બ્રાઇટ કિડ’ નથી તો એનો અર્થ એ નથી કે ભારત ‘બ્રાઇટ સ્પૉટ’ નથી.
૧) તમારી ઇકોસિસ્ટમ દ્વારા કેટલાક મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આવકારવામાં આવે છે અને જ્યારે એ જ સુપ્રીમ કોર્ટ પેગસસ વિશે ચુકાદો આપે છે ત્યારે એ જ ઇકોસિસ્ટમ એને ફગાવી દે છે?
૨) રાહુલ કહે છે કે લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે. આ જ પાર્ટીના શાસનમાં ૧૯૮૪, હાશિમપુરા, ભાગલપુર અને મુંબઈ અને દસ મોટાં કોમી રમખાણો થયાં હતાં.
૩) રાહુલ કહે છે કે સંસ્થાનો પર હુમલા થઈ રહ્યા છે. તેઓ ઇમર્જન્સી લાદનારના પૌત્ર છે, તેમના પરિવારનો સુપ્રીમ કોર્ટ, મીડિયા અને ચૂંટણી પંચ જેવાં સંસ્થાનોને કચડી નાંખવાનો ઇતિહાસ છે.
૪) તમારા મનમાં એક પાર્ટી માટે એટલી બધી ધિક્કારની લાગણી છે કે તમે પુલવામા હુમલા માટે પાકિસ્તાનની ટીકા પણ કરતા નથી. તમે વિદેશની ધરતી પર દુશ્મન દેશની પ્રશંસા કરો છો, જ્યારે પોતાના જ દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડો છો. તમે તો આર્મ્ડ ફોર્સિસ પર એવી શંકા કરીને તેમને પણ બક્ષતા નથી કે ઉનકી પિટાઈ હો ગઈ..
દરમ્યાન મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે ‘વિદેશની ધરતી પર ભારતને બદનામ કરવા માટે કૉન્ગ્રેસે નવો એજન્ડા અપનાવ્યો છે. દેશમાં કૉન્ગ્રેસ ચાલી રહી નથી. ધીરેધીરે કૉન્ગ્રેસ ખલાસ થઈ રહી છે. બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોનાં હૃદયમાં બિરાજે છે. કૉન્ગ્રેસના ડીએનએમાં પેગાસસ પ્રવેશી ગયું છે.’
સુધાંશુ ત્રિવેદીએ પણ કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી બ્રિટન જઈને બીબીસીને કહી રહ્યા છે કે તુમને પુકારા ઔર હમ ચલે આયે. અર્થતંત્રના મામલે નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરનારા એ પણ જણાવે કે બ્રિટનમાં મોંઘવારીના મામલે ભારત કરતાં કેટલી ખરાબ સ્થિતિ અત્યારે છે.’