પેપર-લીક કેસમાં CBI દ્વારા ચાર તબક્કામાં તપાસ

25 June, 2024 08:53 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ પરીક્ષાનું સંચાલન નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવે છે.

CBI

નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અને NET પરીક્ષામાં પેપર-લીકના મુદ્દે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ટીમોને બિહાર અને ગુજરાતના ગોધરામાં મોકલવામાં આવી છે. કુલ ચાર તબક્કામાં આ તપાસ ચાલી રહી છે જેમાં પેપરના પ્રિન્ટિંગથી લઈને પરીક્ષાનાં સેન્ટરો સુધીના એના ડિસ્ટ્રિબ્યુશનને લગતી તમામ બાબતની જાણકારી મેળવી લેવામાં આવી રહી છે. આ પરીક્ષાનું સંચાલન નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવે છે.

CBIના અધિકારીઓ હાલમાં જે લોકો પેપર સેટ કરવામાં, પેપરના પ્રિન્ટિંગ, એના ટ્રાન્સપોર્ટેશન અને પરીક્ષા કેન્દ્ર સુધી મોકલવામાં સીધી રીતે સંડોવાયેલા છે તેમની પર ફોકસ કરી રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં CBIને ૧૦૦૦ માણસોનાં નામ અને ફોન-નંબરો મળી ગયાં છે અને તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 

national news central bureau of investigation