પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

27 December, 2024 12:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Manmohan Singh Passed Away: ભારત દેશના એક બહુ પ્રતિષ્ઠિત રાજકીય નેતાના નિધનને કારણે શોકમાં છે. ડૉ. મનમોહન સિંહ એક બહુ જ સન્માનિય અર્થશાસ્ત્રી હતા અને તેમણે સરકારી પદવીઓ પર સેવા આપી હતી અને આપણા અર્થતંત્ર પર ઘેરો પ્રભાવ પાડ્યો હતો.: મોદી

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ (ફાઇલ તસવીર)

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું (Manmohan Singh Passed Away) 92 વર્ષની વયે નિધન. તેમની તબિયત બગાડતાં તેમને ગુરુવારે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) દિલ્હીના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ભારતના 14મા વડા પ્રધાન તરીકે ફરજ બજાવનાર ડૉ. મનમોહન સિંહને દેશમાં આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Manmohan Singh Passed Away) તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ભારત દેશના એક બહુ પ્રતિષ્ઠિત રાજકીય નેતાના નિધનને કારણે શોકમાં છે. ડૉ. મનમોહન સિંહ એક બહુ જ સન્માનિય અર્થશાસ્ત્રી હતા અને તેમણે સરકારી પદવીઓ પર સેવા આપી હતી અને આપણા અર્થતંત્ર પર ઘેરો પ્રભાવ પાડ્યો હતો.

ડૉ. મનમોહન સિંહના નિધન બાબતે કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના (Manmohan Singh Passed Away) પતિ રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. આ સાથે તેમણે પૂર્વ વડા પ્રધાનની તસવીર પણ શૅર કરી છે. આ તસવીર સાથે તેમણે લખ્યું પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ જીના નિધન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવાર અને પ્રિયજનો માટે મારી ઊંડી સંવેદના. અમારા રાષ્ટ્ર માટે તમારી સેવા બદલ આભાર. તમે દેશમાં લાવેલા તમારી આર્થિક ક્રાંતિ અને પ્રગતિશીલ ફેરફારો માટે તમને હંમેશા યાદ કરવામાં આવશે.

મનમોહન સિંહ, 22 મે, 2004 ના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા, 26 મે, 2014 સુધી સતત બે ટર્મ સુધી તેમણે સેવા આપી હતી. કુલ 3,656 દિવસ સુધી કૉંગ્રેસની (Manmohan Singh Passed Away) આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારનું નેતૃત્વ કરીને, તેઓ ત્રીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન બન્યા.  26 સપ્ટેમ્બર, 1932ના રોજ પશ્ચિમ પંજાબ (હવે પાકિસ્તાનમાં) ના ગાહ ગામમાં જન્મેલા સિંહે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર કર્યું અને બાદમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવ્યું.

આ સાથે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને નેતા રાહુલ ગાંધીએ (Manmohan Singh Passed Away) પણ તેમની રાજકીય રેલી સ્થગિત કરી છે અને હવે તેઓ દિલ્હી જવા નીકળ્યા હોવાની માહિતી મળી રહી છે.  રાહુલ ગાંધી અને દેશના અનેક મોટા અને અગ્રણી નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલી આપી છે અને અનેક મોટા નેતાઓ AIIMS પહોંચી રહ્યા છે.

manmohan singh congress Gujarat Congress new delhi delhi news narendra modi