ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન

31 August, 2020 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે કોરોના પૉઝિટિવ હતા. નવી દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલમાં તે તબીબી સારવાર લઈ રહ્યા હતા. વેન્ટિલેટરનો સપોર્ટ તેમને આપવામાં આવ્યો હતો. તેમના નિધનના સમાચાર પુત્ર અભિજીત મુખરજીએ ટ્વીટ કરીને આપ્યા હતા.

આજે સવારે ડૉક્ટર્સનું કહેવું હતું કે, તેમને ફેફસાંમાં ચેપ લાગ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના મગજમાં લોહી જામી જવાથી તાકીદની શસ્ત્રક્રિયા કરવી પડી હતી. એ પછી એમની તબિયત વધુ બગડી હતી. એવું નિદાન થયું હતું કે તેમના મગજમાં મોટી ગાંઠ હતી જેની શસ્ત્રક્રિયા જરૂરી હતી.

pranab mukherjee