20 April, 2023 04:43 PM IST | Poonch | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મૂ-કાશ્મીરના (Jammu-Kashmir) પુંછમાં સેનાના ટ્રકમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આગની ઝપટમાં આવવાથી ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે અન્ય આગમાં સંપડાવાને કારણે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આગ કયા કારણોસર લાગી છે તે વિશે હજી હાલ માહિતી મળી નથી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
પુંછના ભાટાદુડિયાં ક્ષેત્રમાં જમ્મૂ-પુંછ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સૈન્ય વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં ચાર જવાન પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જો કે, હજી આની અધિકારિક પુષ્ટિ કરવામાં નથી આવી.
અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસ અને સેનાને પણ સૂચના આપવામાં આવી છે. ઘટનાસ્થળે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વાહનમાં આગ કેવી રીતે લાગી આ મામલે હજી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Twitter: આજથી નહીં દેખાય મફતવાળા બ્લૂ ટિક, લેગેસી બ્લૂ ચેકમાર્ક ખસેડવાની જાહેરાત
તો સેના પ્રવક્તા જમ્મૂએ અપીલ કરતા કહ્યું કે ઘટના સાથે જોડાયેલા વીડિયો અને તસવીરોને પ્રસારિત ન કરવામાં આવે. તેમણે કહ્યું કે અક્સમાતની પુષ્ટિ બાદ તરત જ માહિતી આપવામાં આવશે.