‘જય જય શિવશંકર...’ ગીતવાળું ગુલમર્ગનું શિવમંદિર આગમાં ખાખ

06 June, 2024 03:18 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

સમયસર પગલાં લેવામાં આવ્યાં હોવા છતાં મુખ્યત્વે લાકડાનું બનેલુ આ મંદિર આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું

શિવમંદિર

જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં રાણીના મંદિર તરીકે ઓળખાતા ૧૦૬ વર્ષ જૂના શિવમંદિરમાં ગઈ કાલે પ્રચંડ આગ લાગી હતી.

આગને બુઝાવવા ફાયર-ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગુલમર્ગના ફાયર સર્વિસ-સ્ટેશન અને સ્થાનિક પોલીસ દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્યાં હોવા છતાં મુખ્યત્વે લાકડાનું બનેલુ આ મંદિર આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું.

‘આપકી કસમ’ ફિલ્મમાં બૉલીવુડનું પ્રખ્યાત ‘જય જય શિવશંકર’ ગીત આ મંદિર પાસે ફિલ્માવવામાં આવ્યું હતું અને એને કારણે આ મંદિર લોકપ્રિય બન્યું હતું.

jammu and kashmir gulmarg fire incident national news