બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી ડોનેશન મેળવનારી સંસ્થાનું એફસીઆરએ લાઇસન્સ સસ્પેન્ડ

02 March, 2023 08:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સેન્ટર ફોર પૉલિસી રિસર્ચ અને ઑક્સફેમ ઇન્ડિયા વિરુદ્ધ ઇન્કમ ટૅક્સના સર્વે બાદ આ સંગઠનની હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવતી હતી. 

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

નવી દિલ્હીઃ ગૃહમંત્રાલયે કાયદાનો ભંગ કરવા બદલ પબ્લિક પૉલિસી પર ફોકસ કરતી ઇન્ડિયન થિન્ક ટૅન્ક સેન્ટર ફોર પૉલિસી રિસર્ચનું એફસીઆરએ (ફૉરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન ઍક્ટ) લાઇસન્સને સસ્પેન્ડ કર્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સેન્ટર ફોર પૉલિસી રિસર્ચ અને ઑક્સફેમ ઇન્ડિયા વિરુદ્ધ ઇન્કમ ટૅક્સના સર્વે બાદ આ સંગઠનની હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવતી હતી. 
ઑક્સફૅમના એફસીઆરએ લાઇસન્સને ગયા વર્ષે જાન્યુઆરીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. હવે એફસીઆરએ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સેન્ટર ફોર પૉલિસી રિસર્ચ વિદેશોમાંથી કોઈ પણ ફન્ડ નહીં મેળવી શકે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંસ્થાના ડોનર્સમાં બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, પે​ન્સિલ્વેનિયા યુનિવર્સિટી, વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ અને ડ્યુક યુનિવર્સિટી સામેલ છે. 

national news new delhi bill gates