29 April, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Fatal Accident on Highway in Chhattisgarh: છત્તીસગઢના બેમેટારામાં એક મોટો રોડ અકસ્માત થયો છે, જેમાં નવ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. અગાઉ મૃત્યુઆંક ૧૦ જણાવવામાં આવ્યો હતો, પરંતુ નવીનતમ અપડેટ અનુસાર, અકસ્માતમાં અત્યાર સુધીમાં ૯ લોકોનાં મોત થયા છે. આ માર્ગ અકસ્માતમાં ૨૩ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી ૪ની હાલત ગંભીર છે, જેમને રાયપુર એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને જિલ્લા હૉસ્પિટલ, બેમટારા અને સિમગાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો. રસ્તાની બાજુમાં એક મઝદા કાર ઊભી હતી, જેને લોકોથી ભરેલા પીકઅપે ટક્કર મારી હતી. તમામ લોકો એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામથી તેમના ગામ પાથરા પરત ફરી રહ્યા હતા. હાલ કલેક્ટર એસપી અને એસડીએમ પ્રશાસન ઘટના સ્થળે હાજર છે.
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં માર્ગ અકસ્માતમાં છનાં મોત
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. તેજ ગતિએ જઈ રહેલી એક ટ્રકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મુસાફરોમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માતમાં બસમાં બેઠેલા 28 મુસાફરોમાંથી ૬ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં અને તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને હૉસ્પિટલમાં દાખલ કર્યા.
એવું કહેવાય છે કે ટ્રકે ડ્રાઇવરની બાજુથી બસને ટક્કર મારી હતી, જેના કારણે ડ્રાઇવર સાઇડમાં બેઠેલા છ લોકોનાં મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ, ટ્રક બરેલી નંબરની છે અને બસ ઉન્નાવથી હરદોઈ તરફ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો.
મુંબઈથી પૂણે જતી 36 મુસાફરોની બસનું ફાટ્યું ટાયર, મિનિટોમાં જ બસ ભડથું
અવારનવાર મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પરથી અકસ્માતના સમાચાર સામે આવતા હોય છે. હવે આજે એક ફરી મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બસમાં ટાયર ફાટી જવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. અહેવાલો અનુસાર આ બસ મુંબઈથી પુણે શહેરમાં જઈ રહી હતી. આ ઘટના સવારે આહે ગામની સીમમાં બની હતી.