01 September, 2024 02:15 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાંથી ચોંકાવનારા સમાચાર (Farrukhabad Rape Case) સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ બદલાપુરમી એક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટના સામે આવી હતી. હવે ફરુખાબાદમાંથી આવેલ આ ઘટના હચમચાવનારી છે. અહીંની એક સરકારી શાળાના પ્યૂન દ્વારા 13 વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં આ સગીર યુવતી ગર્ભવતી થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે.
પોલીસે પ્યૂન વિરુદ્ધ નોંધ્યો ગુનો, બીજી પણ એક વ્યક્તિનો છે હાથ
આ મામલો (Farrukhabad Rape Case) સામે આવતા જ પોલીસ સક્રિય થઈ છે અને સ્કૂલના પ્યૂન તેમ જ અને તેના એક મિત્રની વિરુદ્ધ કેસ સખલ કરવામાં આવ્યો છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે તેના આ મિત્રએ તેને આ ઘટનામાં મદદ કરી હતી, આ જ કારણોસર બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મુદ્દે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે આ સગીર યુવતીની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી છે. આ યુવતી પર દુષ્કર્મ આચરનાર પંકજ કાઉન્સિલ સ્કૂલમાં પટાવાળાની નોકરી કરે છે.
યુવતી શૌચ કરવા ગઈ હતી ત્યાં હવસખોરે આચર્યું દુષ્કર્મ
આ કેસ (Farrukhabad Rape Case)માં એવી ફરિયાદ નોંધવામાં આવી છે કે સગીર યુવતી રાત્રે ખેતરમાં શૌચક્રિયા માટે ગઈ હતી. આ સમયે ખેતરના રસ્તે પહેલેથી જ લાગ જોઈ રહેલા પંકજ અને અમિત ત્યાં હાજર હતા. આ સમયે અમિતે આ સગીર યુવતીને પકડી લીધી હતી. તેઓ તેને કોઈ બંધ મકાનમાં લઈ ગયા હતા. જ્યાં અમિતે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પંકજ બહાર ઊભો રહીને રખેવાળી કરતો રહ્યો.
દુષ્કર્મ બાદ આપી હતી ધમકી
આમ બંને જણે યુવતીને પકડીને નિર્જન જગ્યાએ લઈ જઈ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ આ યુવતીને એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જો તે આ વિશે કોઈને પણ વાત કે ફરિયાદ કરશે તો તેને જીવતી છોડવામાં નહીં આવે. આ જ કારણોસર યુવતી ડરીને ચૂપ રહી ગતિ. હવે જ્યારે તે પાંચ મહિનાની સગર્ભા બની ત્યારે આ આખો મામલો પ્રકાશમાં આવ્યો છે.
હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી
આપને જણાવી દઈએ કે આ મામલે (Farrukhabad Rape Case) હજી સુધી કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. પણ અહેવાલ અનુસાર આ કેસમાં ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે એમ અધિકારીએ માહિતી આપી છે.