13 August, 2024 10:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી શરાબ કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરાયેલી ધરપકડને રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. દિલ્હી હાઈ કોર્ટે પાંચમી ઑગસ્ટે કેજરીવાલની CBI દ્વારા થયેલી ધરપકડને રદ કરવા ઇનકાર કરી દીધો હતો. એ પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ૨૬ જૂને CBIએ કેજરીવાલની ધરપકડ કરી હતી. એ પહેલાં તેઓ દિલ્હી શરાબ કૌભાંડના મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની જુડિશ્યલ કસ્ટડીમાં હતા. સુપ્રીમ કોર્ટે તેમને આ કેસમાં જામીન આપ્યા હતા, પણ CBIના કેસમાં જામીન મળ્યા નથી એટલે તેઓ જેલમાં જ છે.