બાંધવગઢમાં અનારકલીએ ૬૦ વર્ષની ઉંમરે આપ્યો પાંચમા બચ્ચાને જન્મ

16 May, 2024 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથણીનો પ્રેગ્નન્સીનો સમય ૧૮થી ૨૨ મહિનાનો હોય છે

૬૦ વર્ષની હાથણી અનારકલી

મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં ૬૦ વર્ષની હાથણી અનારકલીએ પાંચમા બાળકને જન્મ આપીને પ્રાણીનિષ્ણાતોને ચોંકાવી દીધા છે. આ દુર્લભ ઘટના કહેવાય છે, કેમ કે સામાન્ય રીતે હાથણી ૧૬થી ૫૦ વર્ષની વચ્ચે જ બચ્ચાને જન્મ આપી શકે છે. આ અનોખા મોકા પર ઉમરિયા જિલ્લામાં આવેલા આ ટાઇગર રિઝર્વમાં ખુશીની લહેર દોડી ગઈ છે. અનારકલીને ૧૯૭૮માં બિહારના સોનપુર મેળામાંથી રેસ્ક્યુ કરીને બાંધવગઢ લાવવામાં આવી હતી ત્યારે એની ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી. બાંધવગઢ ભલે ટાઇગર રિઝર્વ ગણાતું હોય; પણ અહીં રીંછ, દીપડા અને હાથીઓના સંવર્ધન માટે પણ સારું કામ થાય છે.  હાથણીનો પ્રેગ્નન્સીનો સમય ૧૮થી ૨૨ મહિનાનો હોય છે અને પ્રસવનો સમય ખૂબ ક્રિટિકલ ગણાતો હોવાથી ૬૦ વર્ષની વયે અનારકલી આ બધું ખમી શકી એ બાબતે પ્રાણીનિષ્ણાતો અચંબામાં છે.

madhya pradesh wildlife offbeat videos offbeat news