નરેન્દ્ર મોદીને ૨૦૧૯ જેટલી અથવા તો વધારે બેઠકો મળશે

22 May, 2024 07:20 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઇલેક્શન સ્ટ્રૅટેજિસ્ટ પ્રશાંત કિશોરનો દાવો

પ્રશાંત કિશોર

ચૂંટણી લડવાની સ્ટ્રૅટેજી ઘડવા માટે જાણીતા પ્રશાંત કિશોરે એક ટીવી-મુલાકાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામની સંભાવના વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર ફરી આવી રહી છે અને આ વખતે તેમના સંસદસભ્યોની સંખ્યા ૨૦૧૯ જેટલી કે એનાથી વધારે હશે.

શા માટે મોદી સરકાર ફરી ચૂંટાઈ આવશે એ માટે તેમણે કેટલાંક કારણ ગણાવ્યાં હતાં ઃ

૧. સતત એકની એક સરકાર આવશે એ બોરિંગ લાગશે, પણ હું કહેવા માગું છું કે ફરી કેન્દ્રમાં BJP અને નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની સરકાર આવી રહી છે. તેમના સંસદસભ્યોની સંખ્યા ૨૦૧૯ જેટલી જ કે કદાચ એનાથી વધારે હોઈ શકે છે.
૨. જો તમે ચૂંટણીને એક રનિંગ કૉમેન્ટરીની જેમ જોતા હો તો તમને એક ડે-ટ્રેડર જેવું લાગશે જ્યાં પ્રતિ ક્ષણ પરિસ્થિતિ બદલાતી રહે છે.
૩. જ્યાં સુધી લોકોમાં ભારે અસંતોષ કે વિરોધ પક્ષોનો કોલાહલ ન હોય ત્યાં સુધી હું કોઈ મોટો ફેરફાર આવશે એવું માનતો નથી.
૪. કેટલાક લોકોને કદાચ BJPના શાસનથી નિરાશા થતી હશે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે લોકોમાં કોઈ જાતનો રોષ કે ગુસ્સો નથી.
૫. BJPનો સામનો કરવા માટે વિરોધ પક્ષોમાં કોઈ શોર જોવા મળતો નથી.
૬. BJPને પશ્ચિમ કે ઉત્તર ભારતમાં કોઈ નુકસાન થવાનું નથી. ઓડિશા, તેલંગણ, બિહાર, તામિલનાડુ અને કેરલામાં BJPને વધારે
બેઠકો મળશે.
૭. જો તમે ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામ પહેલાંના આકલન જોશો તો કોઈએ BJPને ૨૭૨ કરતાં વધારે બેઠકો મળશે એવી આગાહી કરી નહોતી.
૮. BJPએ આ વખતે ૨૭૨ બેઠકને બદલે ૩૭૦ બેઠક મળશે એવી વાત કરી અને આમ કરીને તેમણે વિપક્ષને ચીત કરી દીધા. જો BJPને ૩૭૦ કરતાં ઓછી બેઠક મળશે તો એ ચર્ચાનો વિષય બનશે.
૯. જ્યારે વિપક્ષોને BJPની રણનીતિની જાણ થઈ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વિપક્ષોએ ગઠબંધનની જાહેરાત કરી દીધી, પણ તેઓ ચૂંટણીના કાર્યને લઈને સક્રિય નહોતા. 
૧૦. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ વિપક્ષોએ જાણે તેમનાં હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં. તેઓ જ્યારે જાગ્યા ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. તેમની પાસે મોદી જેવો કોઈ ચહેરો નથી.

national news bharatiya janata party election commission of india Lok Sabha Election 2024 narendra modi