10 April, 2023 10:01 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
કેન્દ્રીય ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપી દીધો છે. આમ આદમી પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ઝાડુ જ રહેશે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ અને શરદ પવારની એનસીપીનો રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો છીનવાઈ ગયો છે. પૂર્વોત્તરના રાજ્યોમાં થયેલી હાર બાદ એનસીપી પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાયો છે.
શરદ પવારની પાર્ટીએ એનસીપી પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ ગયો છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન)ને નાગાલેન્ડમાં રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો મળ્યો છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન)ને નાગાલેન્ડમાં રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો મળ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસનો બંગાળ અને ત્રિપુરામાં રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો જળવાયેલો રહેશે.
રાષ્ટ્રીય લોક દળ પાસેથી છીનવાયો રાજ્ય પાર્ટીનો દરજ્જો
બીઆરએસને આંધ્ર પ્રદેશમાં એ રાજ્ય પાર્ટી તરીકે અમાન્ય કરવામાં આવી છે. ભારતીય નિર્વાચન આયોગે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોક દળનો એક રાજ્ય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. રિવોલ્યૂશનરી સોશ્યાલિસ્ટ પાર્ટી પશ્ચિમ બંગાળમાં એક રાજ્ય પાર્ટી તરીકે અમાન્ય કરવામાં આવી. મેઘાલયમાં વૉઈસ ઑફ દ પીપુલ પાર્ટીને રાજ્ય સ્તરીય પાર્ટી તરીકે માન્યતા મળી.
અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વીટ
આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળતા દિલ્હીના સીએમ અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે આટલા ઓછા સમયમાં રાષ્ટ્રીય પાર્ટી? આ કોઈ ચમત્કારથી ઓછું નથી. બધાને ખૂબ ખૂબ અભિનંદન. દેશના કરોડો લોકોએ અમને અહીં સુધી પહોંચાડ્યા છે. લોકોને આપણી પાસેથી ખૂબ જ આશાઓ છે. આજે લોકોએ આપણાં પર ખૂબ જ મોટી જવાબદારી આપી છે. હે પ્રભુ, અમને આશીર્વાદ આપો કે અમે આ જવાબદારી સારી રીતે પૂરી કરી શકીએ.
આ પણ વાંચો : સ્કૂલની વિદ્યાર્થિનીઓને આપવા પડશે મફત સેનિટરી પેડ, કેન્દ્રને SC આપ્યો આ આદેશ
આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળતા સાંસદ રાઘવ ચડ્ઢાએ ટ્વીટ કર્યું કે માત્ર 10 વર્ષમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીએ તે કરી બતાવ્યું જે મોટી પાર્ટીઓને કરવામાં દાયકા લાગી ગયા. આમ આદમી પાર્ટી કાર્યકર્તા જેણે આ પાર્ટી માટે ખૂબ જ મહેનત કરી, સત્તાની લાઠીઓ, આંસૂ ગૅસ અને પાણીના ફુવારાનો સામનો કર્યો, તે બધાને સલામ, આ નવી શરૂઆત માટે બધાને વધામણી.