ED Raid: ટીએમસી નેતાઓને ઠેકાણે દરોડા, સુજીત બોઝ, તાપસ રૉયના ઘરે પહોંચી ટીમ

12 January, 2024 03:08 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

શુક્રવારે સવારે પશ્ચિમ બંગાળના અગ્નિશમન તેમજ ઈમરજન્સી સેવા મંત્રી સુજીત બૉઝ, તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) વિધેયક તાપસ રૉય અને ઉત્તરી દમદમ નગર પાલિકાના પૂર્વાધ્યક્ષ સુબોધ ચક્રવર્તીના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા.

ઇડી માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળ નગર પાલિકા ભરતી કૌભાંડને લઈને ઈડી એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રવર્તન નિદેશાયલ (ઈડી)એ નગર નિકાયમાં ભરતીમાં અનિયમિતતા મામલે તપાસને લઈને ઈડીની ટીમે ટીએમસી નેતાઓને ઘરે દરોડા પાડ્યા છે. શુક્રવારે સવારે પશ્ચિમ બંગાળના અગ્નિશમન તેમજ ઈમરજન્સી સેવા મંત્રી સુજીત બૉઝ, તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) વિધેયક તાપસ રૉય અને ઉત્તરી દમદમ નગર પાલિકાના પૂર્વાધ્યક્ષ સુબોધ ચક્રવર્તીના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા. એક અધિકારીએ એ પણ માહિતી આપી કે કેસની તપાસ દરમિયાન ઈડી સતત કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં તપાસ કરી અને વસ્તુઓ તાબે પણ લઈ રહી છે. આ દરમિયાન ઈડીએ ટીએમસી નેતાઓને ત્યાં દરોડા પાડ્યા. ઈડીની ટીમ સુજીત બૉઝની પૂછપરછ કરી રહી છે. તો તાપસ રૉયના ઘરે પણ સર્ચ ચાલી રહ્યું છે.

અધિકારીએ શું જણાવ્યું?
અધિકારીએ જણાવ્યું કે ઈડીના અધિકારીઓએ કેન્દ્રીય દળો સાથે શુક્રવારે સવારે ઉત્તર 24 પરગણ જિલ્લાના લેક ટાઉન વિસ્તારમાં બૉઝના બે નિવાસસ્થાને દરોડા પાડ્યા. અધિકારી પ્રમાણે, કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ તાપસ રૉયના `બીબી ગાંગુલી સ્ટ્રીટ` સ્થિત નિવાસસ્થાન અને બિરાતી સ્થિત ચક્રવર્તીના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા. એક અધિકારીએ `પીટીઆઈ-ભાષા`ને જણાવ્યું, "અમે નગર નિકાયોમાં ભરતીઓને લઈને લેક ટીએમસીના ત્રણ નેતાઓના નિવાસસ્થાને સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છીએ."

શું છે આખી ઘટના
હકીકતે, શિક્ષક ભરતી કૌભાંડ કેસની EDની તપાસ દરમિયાન મ્યુનિસિપલ ભરતી કૌભાંડને લગતા અનેક પુરાવા મળ્યા હતા. EDએ કલકત્તા હાઈકોર્ટને જણાવ્યું કે શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા અયાન શીલ જેવા એજન્ટો પશ્ચિમ બંગાળની વિવિધ નગરપાલિકાઓમાં ક્લાર્ક, સફાઈ કામદારો, વર્ગ IV કર્મચારીઓ, ડ્રાઈવરો વગેરેની ભરતીમાં કથિત અનિયમિતતામાં પણ સામેલ હતા. EDએ 19 માર્ચે ભરતી કેસમાં અયાન શીલની ધરપકડ કરી હતી. ED દાવો કરે છે કે સોલ્ટ લેકમાં અયાનની ઓફિસની શોધ દરમિયાન, રાજ્યની ઘણી નગરપાલિકાઓમાં વિવિધ પોસ્ટ્સ માટે રોજગાર મેળવવા માંગતા ઉમેદવારોની OMR શીટ્સ (આન્સર શીટ્સ) મળી આવી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, એ પણ બહાર આવ્યું છે કે પૂછપરછ દરમિયાન અયાને તપાસકર્તાઓને કહ્યું હતું કે તેણે વિવિધ નગરપાલિકાઓમાં નોકરી આપવાના બદલામાં કુલ 200 કરોડ રૂપિયા લીધા હતા.

એક્શન મોડમાં ઈડી
અહીં, લગભગ એક અઠવાડિયા પહેલા, EDએ રાશન કૌભાંડ કેસમાં બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરી છે. બંગાળમાં ED પર થયેલા હુમલા બાદ આ ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. તે જાણીતું છે કે 5 જાન્યુઆરી, 2024 ના રોજ, રાશન કૌભાંડની તપાસ કરી રહેલી EDએ રાજ્યમાં વિવિધ સ્થળોએ રાજકારણ સાથે સંકળાયેલા લોકો, ઉદ્યોગપતિઓ અને અન્ય લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. ઉત્તર 24 પરગણાના સંદેશખાલીમાં સરબેડિયામાં રહેતા તૃણમૂલ કોંગ્રેસના નેતા, રેશન અને ડીલર બિઝનેસમેન શેખ શાહજહાંના ઘરે EDના અધિકારીઓ પહોંચ્યા હતા, જ્યાં ED અધિકારીઓ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના કર્મચારીઓ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. તેમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. મીડિયાકર્મીઓને પણ બક્ષવામાં આવ્યા ન હતા. તેમના કેમેરા અને મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા. EDના અધિકારીઓ અને જવાનોએ કોઈક રીતે ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ હુમલા બાદ ED એક્શન મોડમાં આવી ગયું છે.

directorate of enforcement west bengal bengal kolkata trinamool congress national news political news