10 March, 2023 11:57 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
શ્રીનગર (પી.ટી.આઇ.) : ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ કાશ્મીરી સ્ટુડન્ટ્સને પાકિસ્તાનમાં એમબીબીએસની સીટ વેચવાના એક કેસમાં હુર્રિયત નેતાઓનાં મકાનો સહિત ત્રણ જગ્યાએ ગઈ કાલે રેઇડ પાડી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અનંતનાગમાં કાઝી યાસિર, શ્રીનગરના બાગ-એ-મેહતાબ એરિયામાં જમ્મુ ઍન્ડ કાશ્મીર સાલ્વેશન મૂવમેન્ટના અધ્યક્ષ ઝફર ભટ અને અનંતનાગના મટન એરિયામાં મોહમ્મદ ઇકબાલ ખ્વાજાના ઘરે રેઇડ પાડવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈડીના અધિકારીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને આ ત્રણેય જગ્યાએ એકસાથે રેઇડ પાડી હતી.
તેમણે કહ્યું હતું કે કાશ્મીરી સ્ટુડન્ટ્સને પાકિસ્તાનમાં એમબીબીએસની સીટ વેચવા સંબંધે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સીટ વેચીને જે રૂપિયા મેળવવામાં આવતા હતા એનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિ માટે કરવામાં આવતો હતો.