સંદેશખાલીના આરોપીની ધરપકડ ઈડી કે સીબીઆઇ પણ કરી શકેઃ હાઈ કોર્ટ

29 February, 2024 09:59 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

રાજ્યના ઍડ્વોકેટ જનરલની પ્રેયર ઉપર કોર્ટે ૨૬મી ફેબ્રુઆરીએ પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી હતી. આ પહેલાં શેખની ધરપકડ કરવાનો આદેશ કોર્ટે પોલીસ સત્તાધીશોને આપ્યો હતો.

શાહજહાં શેખ

કલકત્તા : સંદેશખાલીમાં મહિલાઓ ઉપર ​જાતીય અત્યાચાર અને  જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી શાહજહાં શેખની સીબીઆઇ, એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ (ઈડી) અથવા પશ્ચિમ બંગાળની પોલીસ ધરપકડ કરી શકે​ એવો આદેશ કલકત્તા હાઈ કોર્ટે બુધવારે આપ્યો હતો. રાજ્યના ઍડ્વોકેટ જનરલની પ્રેયર ઉપર કોર્ટે ૨૬મી ફેબ્રુઆરીએ પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી હતી. આ પહેલાં શેખની ધરપકડ કરવાનો આદેશ કોર્ટે પોલીસ સત્તાધીશોને આપ્યો હતો. ડિવિઝને બૅન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે નાસતા ફરી રહેલા શેખની ધરપકડ સીબીઆઇ​ અથવા તો ઈડી પણ કરી શકે. સંદેશખલીમાં પાંચમી જાન્યુઆરીએ ઈડીના અધિકારીઓ રાજ્યમાં કહેવાતા રૅશન-વિતરણ કૌભાંડ બાબતે તપાસ કરવા શેખના ઘરે ગયા હતા ત્યારે ૧,૦૦૦ લોકોના ટોળાએ તેમના ઉપર હુમલો કર્યો હતો.

national news directorate of enforcement kolkata west bengal