23 February, 2024 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાયજુઝના સીઈઓ બાયજુ રવીન્દ્રન
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ગુરુવારે બાયજુઝના સીઈઓ બાયજુ રવીન્દ્રન સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. એન્જસીએ ઑન્ટ્રપ્રનરને ભારત ન છોડવાનો નિર્દેશ આપ્યો છે. રવીન્દ્રનને ૧૮ મહિનાથી વધુ સમયના ઇન્ટિમેશન પર એલઓસી જારી કરવામાં આવ્યું હતું. ઈડીની કોચી ઑફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ બૅન્ગલોર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં રવીન્દ્રને ઘણી વાર દિલ્હી, દુબઈ અને બૅન્ગલોરની મુલાકાત લીધી છે. હાલમાં બાયજુઝના સીઈઓ દુબઈમાં છે અને સિંગાપોરની ટ્રિપ પ્લાન કરી રહ્યા છે. જોકે એક સિનિયર અધિકારીએ બ્યુરો ઑફ ઇમિગ્રેશન પાસેથી રિવાઇઝ્ડ એલઓસીની વિનંતી કરી હતી, જેથી ભારત પરત ફરતાં રવીન્દ્રન દેશ છોડી ન શકે. રોકાણકારોનાં હિતોનું રક્ષણ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગયા નવેમ્બરમાં એજન્સીએ બાયજુઝની પેરન્ટ કંપની થિંક ઍન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ અને રવીન્દ્રન પર કુલ ૯૩૬૨.૩૫ કરોડ રૂપિયાના ફેમાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને શો કૉઝ નોટિસ જારી હતી.